ગુજરાતના નવા બનેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને આટલો પગાર મળશે, MLA ક્વાર્ટર્સ પણ મળશે
MLA Gopal Italia Salary ; વિસાવદરથી જીત મેળવનાર ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા બાદ હવે તેમને કેટલો પગાર અને ભથ્થા મળશે તે જાણવા જેવું છે
Trending Photos
Gujarat MLA Salary : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ હાલમાં જ ગુજરાતના ધારાસભ્ય તરીકે શપથ લીધા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા. ગુજરાતના નવા બનેલા ધારાસભ્યને હવે કેટલો પગાર મળશે અને કેટલું ભથ્થુ મળશે તે પણ જાણી લો.
ગોપાલ ઈટાલિયાને હાલના ધારાસભ્યોના ધારા ધોરણ મુજબ જ પગાર અને ભથ્થા મળશે. ગુજરાતના તમામ ધારાસભ્યોને દર મહિને 78,800 રૂપિયા પગાર મળે છે. તેમજ મોંઘવારી ભથ્થા તરીકે 26,792 રૂપિયા મળે છે. આમ, ગોપાલ ઈટાલિયાને પણ હવેથી દર મહિને 1.37 લાખ રૂપિયા મળશે.
ગુજરાતના ધારાસભ્યોને પગાર કેટલો?
પ્રગતિશીલ ગુજરાત રાજ્યના ધારાસભ્યોની વાત કરીયે તો તેમને સરેરાશ 1.37 લાખ રૂપિયા પગાર મેળવે છે. જેમાં ગુજરાતના ધારાસભ્યોનો બેઝિક પગાર 78,800 રૂપિયા છે. મૂળ પગારના 34 ટકા લેખે મોંઘવારી ભથ્થુ 26700 રૂપિયા, 7000 રૂપિયા ટેલિફોન બિલ, 5000 રૂપિયા ટપાલ અને સ્ટેશનરી, 20000 રૂપિયા અંગત મદદનીશ ભથ્થુ ચૂકવાય છે. આમ ધારાસભ્યોનો કુલ સરેરાશ માસિક પગાર 1.37 લાખ રૂપિયા જેટલો થાય છે.
બીજી કઈ કઈ સુવિધા મળે છે
- ધારાસભ્યને ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના માસિક ભાડા પર MLA ક્વાર્ટર્સ મળી રહે છે
- વિધાનસભાનું સત્ર હોય, ત્યારે દૈનિક 1 હજાર રૂપિયાનું વધારાનું ભથ્થુ પણ મળે છે
- જો ધારાસભ્ય પોતાના MLA ક્વાર્ટર્સમાં ટેલિફોન રાખે તો તેનો ખર્ચ પણ સરકાર ભોગવે
- પ્રતિ કિલોમીટર CNG કારના 6, ડીઝલ કારના 10 અને પેટ્રોલ કારના 11 રૂપિયા પ્રવાસ ભથ્થુ મળી રહે
- જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે, તો ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ACનુ ભાડું મળે
- જો ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ એક સભ્ય સાથે નાણાંકીય વર્ષમાં ભારતના કોઈ પણ એકભાગમાં ત્રણ વખત આવવા-જવાનો ખર્ચ કરી શકે છે.
ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ઈટાલિયાનું આહવાન
ધારાસભ્ય પદ પરના શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. સંવિધાનની તાકાતના કારણે મારા જેવો સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે. મેં વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને યાદ કરું છું. એમને ચિતરેલા માર્ગ પર ચાલી શકુ તે માટે પ્રયાસ કરીશ. ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે. વિસાવદરની જનતાનો પણ હું આભારી છું. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ પોતાનો આત્મા જગાડે. ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે. આમ, ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઈટાલિયાએ આહવાન આપ્યું હતું.
ધારાસભ્યોના પગાર કોણ નક્કી કરે છે?
રાજ્ય સરકારો પોતે જ તેમના ધારાસભ્યોના પગાર અને ભથ્થા નક્કી કરે છે. મોટાભાગના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓને સામાન્ય ધારાસભ્યો કરતા વધુ પગાર મળે છે. ધારાસભ્યોના પગાર અને ભથ્થા પણ મોંઘવારી પ્રમાણે વધતા રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં, સમિતિ દ્વારા પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે