GSEB 10th SSC Results 2025 Live : જાહેર થયું ધોરણ-10 નું પરિણામ, બનાસકાંઠા જિલ્લાનો ડંકો વાગ્યો

GSEB 10th SSC Results 2025 Live updates : ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર... gsebની વેબસાઈટ અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી જાણો, 8.92 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી

GSEB 10th SSC Results 2025 Live : જાહેર થયું ધોરણ-10 નું પરિણામ, બનાસકાંઠા જિલ્લાનો ડંકો વાગ્યો
LIVE Blog

GSEB 10th SSC Results 2025 Live updates : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 (SSC) 2025 ના પરિણામ જાહેર કરી દેવાયું છે. સવારે 8 વાગ્યાથી gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકાશે. 8.92 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમના ભાવિનો આજે ફેંસલો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

08 May 2025
09:45 AM

ધોરણ-10ના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીનીઓનો ડંકો, ધારેલા પરિણામો મળતા અનેરો ઉત્સાહ...

 

09:44 AM

આ જીવનની છેલ્લા પરીક્ષા નથી - શિક્ષણ મંત્રીનો વિદ્યાર્થીઓને સંદેશ

ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ કહ્યું કે, માર્કશીટ રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા સદગુણ વધુ મહત્વના હોય છે. પરીક્ષા તો આવે અને જાય, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી. કોઈપણ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીની સ્મરણશક્તિની કસોટી થતી હોય છે. પરીક્ષામાં તેની સમજણ શક્તિની કસોટી થતી નથી. આગામી પરીક્ષાઓમાં આપ સૌ સફળ અને ગતિશીલ રહો તેવી પ્રાર્થના છે. 

09:42 AM

ધોરણ-10 પરીક્ષાનું પરિણામ જાહેર, ધાર્યા કરતા એક બે માર્ક્સ ઓછા આવતા વિદ્યાર્થીની થઈ ભાવુક

 

09:41 AM

કલરકામ કરનારના દીકરાએ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા

રાજકોટના અંબાજી કડવા પ્લોટમાં કલર કામ કરતા પિતાના પુત્ર એ બોર્ડમાં મેદાન માર્યું. સમીર જીતેન્દ્રભાઈ ગોહેલએ ધોરણ 10 માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. સમીરના પિતા કલર કામ કરે છે. ત્યારે સમીરે પિતાનું નામ રોશન કર્યું છે. મધ્યમ વર્ગીય પરિવારના દીકરા દીકરીઓ મેદાન મારી રહ્યા છે. સમીરના માતા-પિતાએ પણ ખુશી વ્યક્ત કરી.

08:54 AM

સારું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

 

08:51 AM
08:30 AM

GSEB 10th SSC Results 2025 Live

08:28 AM

આ પરીક્ષામાં કુલ 762485 નિયમિત પરીક્ષાર્થીમાં નોંધાયા હતા, જે 18 746892 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત અને 020532 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.08 ટકા જહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાથી તરીકે 82313 પરીક્ષાથીઓ નોંધાયા હતા. તે પૈકી 78613 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 25357 પરીશાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 32.20 21 આવ્યું છે. આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 119025 પરીક્ષાર્થીઓ 18553 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 5043 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 27.18 ટકા આવેલ છે.

08:13 AM

આ વેબસાઈટ પર ચેક કરો તમારું પરિણામ

પરિણામ જાહેર થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ્સ, gseb.org, gseb.org.in, gsebeservice.com દ્વારા પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

08:11 AM
  • A1 28055 વિદ્યાર્થીઓ પાસ
  • A2 86459 વિદ્યાર્થીઓ પાસ
  • B1 124274 વિદ્યાર્થીઓ પાસ
  • B2 152084 વિદ્યાર્થીઓ પાસ
  • 45 શાળાઓ માં ઝીરો ટકા રિઝલ્ટ
08:09 AM
  • સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા 
  • સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 
  • 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 45 
  • 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળા 201
  • અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા
  • ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા
  • હિન્દી માધ્યમનું પરિણામ 76.47 ટકા
08:08 AM
  • ધોરણ 10 નું પરિણામ જાહેર 
  • 83.8% ટકા પરિણામ આવ્યું 
  • મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ 
  • ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11% 
  • સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું 29.56 ટકા
08:03 AM

6357300971 વોટ્સએપ નંબર પર મળશે પરિણામ

ધોરણ 10 ની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ છે. ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ જોઈ શકશે. GSEB whatsapp નંબર 63 57 300 971 પરથી પણ જાણી શકાશે.  

 

20:41 PM

19:35 PM

ગયા વર્ષે, ગુજરાત બોર્ડ SSC ધોરણ 10 ની પરીક્ષા માટે કુલ 7,06,370 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, અને તેમાંથી 6,99,598 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

લગભગ ૫.૭ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જાહેર થયું હતું, જેનાથી પાસ થવાની ટકાવારી ૮૨.૫૬ ટકા થઈ ગઈ હતી, જે ૨૦૨૩ના પરિણામો કરતાં ૧૭.૯૪ ટકા વધુ છે.

19:34 PM

19:34 PM

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, આવતીકાલે જાહેર થશે ધોરણ-10 નું પરિણામ

19:33 PM

ગુજરાત બોર્ડે 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી બે શિફ્ટમાં ધોરણ 10 ની પરીક્ષાઓ યોજી હતી. પ્રથમ શિફ્ટ સવારે 10:30 થી બપોરે 1:45 વાગ્યા સુધી યોજાઈ હતી, જ્યારે બીજી શિફ્ટ બપોરે 3:00 થી સાંજે 6:15 વાગ્યા સુધી પેન અને પેપર પરીક્ષા ફોર્મેટમાં યોજાઈ હતી.

19:33 PM

અહેવાલો અનુસાર, ગુજરાત બોર્ડ આવતીકાલે ધોરણ10 ના પરિણામો જાહેર કરશે. આ વિશે સત્તાવાર જાહેર બોર્ડ દ્વારા કરી દેવાઈ છે. પરિણામ જાહેર થયા પછી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ્સ, gseb.org, gseb.org.in, gsebeservice.com દ્વારા પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામો વહેલા જાહેર કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓ એડમિશન તરફ ફોકસ કરી શકે. હજી 6 મેના રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવી હતી. તેના બે દિવસ બાદ ધોરણ-10 નું પરિણામ જાહેર થવાનું છે. 

Trending news