મોડી રાત્રે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની સટાસટી! આ વિસ્તારોમાં ત્રાટક્યા

Ahmedabad Rain: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વાહનચાલકો અટવાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડરાવી નાંખે એવા વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. 

મોડી રાત્રે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની સટાસટી! આ વિસ્તારોમાં ત્રાટક્યા

Ahmedabad Rain: ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ આજે પણ વહેલી સવારથી મેઘ મંડાણ જોવા મળ્યાં છે. આજે પણ સારો એવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવે ફરી શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.

અમદાવાદમાં મધરાતે મેગાસિટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. વિજળીના કડાકા ભડાકા સાથે રાતના એકથી ત્રણ દરમ્યાનના 2 કલાકમાં અમદાવાદમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. 2 કલાક દરમ્યાન વિવિધ વિસ્તારમાં અડધાથી લઇ 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. પૂર્વના ઓઢવ, નિકોલ, ચકુડિયા મહાદેવ, રામોલ અને કઠવાડા સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વાદળોના ભારે ગડગડાટ સાથે ત્રાટકેલા વરસાદે સૌ કોઇને મધરાતની મીઠી નિંદરમાંથી ઉઠાડી દીધા હતા. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું.. 

પશ્ચિમમાં ઉસ્માનપુરા, પાલડી, ચાંદખેડા, રાણીપ અને વાસણામાં પણ 1થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય દુધેશ્વર , દાણાપીઠ, બોડકદેવ, સરખેજ, વેજલપુર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, સાયન્સ સીટી, નરોડા, મેમ્કો, કોતરપુર, મણિનગર, વટવા અને લાંભા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે મીઠાખળી, અખબારનગર અને મકરબા તરફનો અંડરપાસ બંધ કરાયો. ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પરેશાની ઉઠાવવી પડે એમ છે.

અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો શહેરમાં નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર, એસ.જી હાઈવે, માનસી સર્કલ, બોડકદેવ, વેજલપુર, પકવાન, ઈસ્કોન, સેટેલાઈટ તેમજ નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદને પગલે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા હતા.

આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આવનારા આખા અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જયારે આજે રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, મોરબી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આ સિવાય હવામાન વિભાગે ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ સિવાય 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં થયો વરસાદ
આજે થયેલા વરસાદની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરના નિકોલ, ઓઢવ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઇન્કમટેક્સ, પાંજરાપોળ, શાહપુર, ઘાટલોડીયા, નારણપુરા, રાણીપ, બોપલ ઘુમા સહિત તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. થોડા કલાકના વિરામ બાદ વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. ગુજરાતમાં પણ સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. 33 જિલ્લાના દરેક તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news