ભાવનગરમાં રાજકારણમાં ભડકો, ભાજપ શાસિત નગરપાલિકામાં નગરસેવિકાનું રાજીનામું, વોર્ડમાં કામ ન થતા હોવાનો લગાવ્યો આક્ષેપ

BJP Corporator Resignation : સિહોર નગરપાલિકાની વોર્ડ નંબર 5 ના મહિલા નગરસેવિકા ઈન્દુબેન સોલંકીએ આજે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેતા ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું 

ભાવનગરમાં રાજકારણમાં ભડકો, ભાજપ શાસિત નગરપાલિકામાં નગરસેવિકાનું રાજીનામું, વોર્ડમાં કામ ન થતા હોવાનો લગાવ્યો આક્ષેપ

Bhavnagar News ભાવનગર : ભાજપ શાસિત નગરપાલિકામાં કામ ન થતા હોવાને કારણે ભાવનગરની સિહોર નગરપાલિકાની મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું છે. સાથે જ પક્ષના અન્ય સભ્યો સહયોગ ના આપતાં હોય જેથી પોતાનું રાજીનામુ ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વોર્ડના કામો ના થતા સિહોર નગરપાલિકાની વોર્ડ નંબર 5 ના નગરસેવિકાએ રાજીનામું આપ્યું છે. ભાવનગર જિલ્લાની સિહોરની નગરપાલિકામાં ભાજપનું શાસન છે. આમ છતાં ભાજપના જ નગરસેવકોના વોર્ડમાં કામો ન થતા નગર સેવકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સિહોર નગરપાલિકાની વોર્ડ નંબર 5 ના મહિલા નગરસેવિકા ઇન્દુબેન સોલંકીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ઈન્દુબેન સોલંકીએ રાજીનામા આપવા અંગેના કારણો જણાવ્યા છે. જેમાં વોર્ડમાં સફાઈ કામદારો દ્વારા સાફ સફાઈ ન કરવી. વોર્ડમાં ઉભરાતી ગટર સમસ્યા હલ ન થવી, મતદારોની અપેક્ષા મુજબના કામો વોર્ડમાં ન થવા. તેમજ ગટર લાઈન પ્રોજેકટમાં થઈ રહેલા ભ્રષ્ટાચારના કારણો તેમણે રજૂ કર્યા છે. 

આ ઉપરાંત ઈન્દુબેન સોલંકી દ્વારા ઉપર લેવલે કોઈ રજૂઆત કરવામાં ના આવી હોવા છતાં આ મામલે તેમને પક્ષના અન્ય સભ્યો દ્વારા અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું. ત્યારે પક્ષના અન્ય સભ્યો સહયોગ ના આપતાં હોય જેથી પોતાનું રાજીનામુ ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news