બાંકડાને પગ આવ્યા! સુરતના ધારાસભ્ય-સાંસદના બાંકડા સૌરાષ્ટ્ર પહોંચી ગયા
Surat Benches Reach To Rajkot : સુરતના ધારાસભ્ય અને સાંસદના બાંકડા રાજકોટના જસદણમાં મળ્યા... પીપળિયા ગામમાં 5થી 6 બાંકડા પર સુરતના નેતાઓનું નામ... પ્રફુલ્લા પાનસેરિયા અને પ્રભુ વસાવાના નામથી જસદણમાં બાંકડા દેખાડા ઉઠ્યા સવાલ..
Trending Photos
Rajkot News : ગુજરાતના રાજકારણમાં એક અનોખી ચર્ચા જાગી છે કે, બાંકડાને પગ આવ્યા. કારણ કે, સુરતના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા રાજકોટના જસદણમાંથી મળી આવ્યા છે. આખરે આ બાંકડા સુરતથી સૌરાષ્ટ્ર પહોંચ્યા તે મોટો સવાલ છે.
સુરતના બાંકડા રાજકોટ પહોંચ્યા
સુરત ધારાસભ્ય અને સાંસદના બાંકડા જસદણ પહોંચ્યા છે. જસદણના પીપળીયા ગામ 5 થી 6 જેટલા બાંકડા જોવા મળ્યા છે. બાંકડા સુરતથી જસદણના પીપળીયા ગામે કઈ રીતે પહોંચ્યા તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સુરતના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા ગ્રાન્ટના બાંકડા જસદણમાં જોવા મળ્યા છે. સાંસદ પ્રભુ વાસવાની ગ્રાન્ટના બાંકડા પણ જસદણ પહોંચ્યા છે. બાંકડા જસદણના પીપળીયા ગામે પહોંચતા ગ્રાન્ટનો દૂરઉપયોગ થતી હોવાંની ચર્ચા ઉઠી છે. સુરતથી બાંકડા જસદણ કોણ લઈને આવ્યું અથવા કોને મોકલ્યા તે તપાસનો વિષય બન્યો છે.
મહાપાલિકાના બાંકડાના દુરુપયોગનો નવો વિવાદ
કામરેજના ધારાસભ્ય પાનસેરિયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા ચર્ચામાંઆવ્યા છે. વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ બાંકડાના વાયરલ ફોટોગ્રાફ્સ સાથે ગંભીર આક્ષેપ કર્યા છે. સુરતના બાંકડા રાજકોટના જૂના પીપળીયા ગામે પહોંચ્યા હોવાની માહિતી મળી છે. ભાજપના પૂર્વ ઉમેદવાર ભરત વડાદોરીયાની સંડોવણીના દાવા થઈ રહ્યાં છે.
આપના કોર્પોરેટરે સવાલ કર્યા કે, સુરતના વોર્ડ નંબર-17ના બાંકડા રાજકોટ કેવી રીતે પહોંચ્યા? જનતાના માટેના સવલતો ખાનગી ઉપયોગમાં લેવાય છે. ટેક્સના પૈસાનો રાજકીય ઉપયોગ થતો હોવાના આક્ષેપ કર્યો છે. આ પહેલા પણ ટેરેસ, રેસ્ટોરન્ટમાં બાંકડા જોવા મળ્યા હતા. જોકે, આ મામલે મહાપાલિકા અને ધારાસભ્યનું નિવેદન હજુ સામે આવ્યું નથી.
પાલિકાનો બાંકડા વિવાદ
વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ કહ્યું કે, સુરતથી છ બાંકડાને રાતોરાત પગ આવી ગયા. સુરતના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાંકડા રાજકોટ સ્થિત જસદણ પહોંચી ગયા છે. અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ભાજપના જ ઉમેદવાર ભરત વડોદરિયા આ બાંકડા લઈ ગયા હતા. 6 જેટલા બાંકડા સુરતથી જસદણ લઈ જવામાં આવ્યા હતા. લોકોની સુવિધા માટેના બાંકડાનો પોતાના અંગત ઉપયોગમાં લેવાયો છે. આ ખૂબ જ શરમજનક બાબત છે. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છતાં સુરતથી બાંકડા લઈ જસદણ લઈ જવાયા છે. ત્યાંના સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ બાંકડા મેળવી શકાયા હોત. 500 કિલોમીટર સુધી બાંકડા લઈ જવાની શું જરૂર પડી તે એક સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે