Neem Benefits: કુદરતનું વરદાન છે કડવો લીમડો, ચોમાસામાં સ્કિનની સુંદરતા વધારવાથી લઈ ઈમ્યુનિટી કરે છે બુસ્ટ
Neem Benefits: વરસાદી વાતાવરણમાં સ્કિન, હેલ્થ અને વાળની સમસ્યા વધી જાય છે. આ સીઝનમાં ફંગલ ઈન્ફેકશન, દાણા, ખંજવાળ, ફોડલી, ખોડો જેવી સમસ્યા વધી જાય છે. આ સ્થિતિમાં કડવો લીમડો નેચરલ બુસ્ટરની જેમ કામ કરી શકે છે. બસ ખબર હોવી જોઈએ કે લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો ?
Trending Photos
Neem Benefits: ચોમાસામાં વાતાવરણમાં હરીયાળી અને તાજગી છવાઈ જાય છે પરંતુ સાથે જ ફંગલ અને બેક્ટેરિયલ સંક્રમણનું જોખમ વધી જાય છે. તેવામાં લીમડાના પાન, ફૂલ, ફળ, મૂળ બધું જ પ્રકૃતિનું અનમોલ ગિફ્ટ છે.લીમડાના ઔષધીય ગુણ સંક્રમણથી બચાવે છે અને ગંભીર બીમારીઓથી પણ રાહત આપે છે.
લીમડામાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે વરસાદમાં થતા સંક્રમણથી બચાવે છે. લીમડાના પાનના પાણીથી નહાવાથી ત્વચા પર સંક્રમણ ફેલાતું નથી. લીમડાનો અર્ક ડેંગૂ અને મલેરિયા જેવી બીમારીમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. લીમડાના રસનું નિયમિત સેવન કરવાથી લોહી સાફ થાય છે. ત્વચા પર નિખાર આવે છે અને ખીલ, ડાઘથી છુટકારો મળે છે. લીમડાના પાન અને ફૂલ પેટના કીડા મારવામાં, પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં, અપચા જેવી સમસ્યામાં પણ ફાયદો કરે છે.
આયુર્વેદમાં લીમડાને સર્વ રોગ નિવારણી કહેવામાં આવે છે. ચોમાસામાં થતી ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેકશનમાં લીમડો લાભ કરે છે. નહાવાના પાણીમાં લીમડો ઉકાળી તેનો ઉપયોગ કરવાથી સંક્રમણ ફેલાતું નથી. લીમડાના ફૂલમાં ડાયાબિટીસ અને કેન્સર વિરોધી ગુણ હોય છે. લીમડાના ફૂલનું શરબત પાચન તંત્ર સુધારે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લીમડાના પાન અને ફૂલ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ભુખ પણ વધારે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે