Goa Stampede: ગોવાના લૈરાઈ દેવી મંદિરમાં ભાગદોડ મચતા 7 શ્રદ્ધાળુઓના મોત, 30થી વધુ ઘાયલ

Goa temple stampede: ગોવાના લૈરાઈ દેવી મંદિરમાં અચાનક ભાગદોડ મચતા 7 શ્રદ્ધાળુઓના જીવ ગયા અને અનેક ઘાયલ થયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ વધુ પડતી ભીડ ભેગી થતા અને પુરતી વ્યવસ્થા ન હોવાના કારણે આ દુર્ઘટની ઘટી હોવાનું કહેવાય છે. જો કે હજુ ઘટનાના કારણો અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. જાણો વધુ વિગતો. 

Goa Stampede: ગોવાના લૈરાઈ દેવી મંદિરમાં ભાગદોડ મચતા 7 શ્રદ્ધાળુઓના મોત, 30થી વધુ ઘાયલ

ગોવાના ઉત્તર જિલ્લાના શિરગાંવ ગામમાં શુક્રવારે લૈરાઈ દેવી મંદિરની વાર્ષિક જાત્રા દરમિયાન મોટી  દુર્ઘટના ઘટી. ભારે ભીડ વચ્ચે ભાગદોડ મચતા ઓછામાં ઓછા 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા જે પરંપરાગત અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

અચાનક ભીડ બેકાબૂ થઈ
પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળતી માહિતી મુજબ અચાનક ભીડ બેકાબૂ થઈ અને અફરાતફરીનો માહોલ બની ગયો. લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. જેમાં અનેક લોકો એકબીજા પર પડ્યા અને ભાગદોડ જેવી સ્થિતિ બની ગઈ. જેમાં અનેક વૃદ્ધો અને મહિલાઓ દબાઈ ગયા. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે. 

દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને  બહાર કાઢવાનું કામ શરૂ  કર્યું. ઉત્તર ગોવાના એસપી અક્ષત કૌશલે જણાવ્યું કે સ્થિતિ હવે કાબૂમાં છે પરંતુ ઘટનાસ્થળે સુરક્ષા વધારી દેવાઈ છે. સ્થાનિક પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ રીતે સક્રિય છે. 

ભીડ વધુ...વ્યવસ્થા પૂરતી નહી
અકસ્માત પાછળના કારણો અંગે હજુ કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી પરંતુ પ્રાથમિક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ભીડ વધુ હતી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ દુર્ઘટના ઘટી. પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું કે દોષિતો પર કાર્યવાહી કરાશે. 

શું હોય છે આ લૈરાઈ દેવીની જાત્રા
લૈરાઈ દેવી ગોવાના બિચોલિમ તાલુસકા સ્થિત શિકગાંવ ગામમાં દર વર્ષે ચૈત્રી માસમાં ઉજવાતો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે. જે દેવી લૈરાઈના સન્માનમાં યોજાય છે. હજારો શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે છે. આ જાત્રાની ખાસ પરંપરા અગ્નિ પર ખુલ્લા પગે ચાલવાનું હોય છે. જેને 'ધોંડ' નામના શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાની પરીક્ષા તરીકે નિભાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news