PM મોદીએ કર્યું ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન, પાકિસ્તાન અને ચીનને કેમ લાગશે મરચા? ખાસ જાણો 

Chenab Bridge Inauguration: જમ્મુ અને કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ  બ્રિજનું ઉદ્ધાટન આજે પીએમ મોદીના હસ્તે થયું. આ બ્રિજ ભારત માટે ખુબ જ મહત્વનો છે. જેના લીધે બે દેશના હોશ ઉડી ગયા છે. 

PM મોદીએ કર્યું ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન, પાકિસ્તાન અને ચીનને કેમ લાગશે મરચા? ખાસ જાણો 

chenab railway bridge inauguration: પહેલગામ આતંકી હુમલા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા. પીએમ મોદીએ દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન કર્યું. તેમણે ચિનાબ બ્રિજની સમીક્ષા પણ કરી અને તેને બનાવનારા કામદારો સાથે વાતચીત પણ કરી. આ ટ્રેક પર બનેલા અંજી બ્રિજનું પણ લોકાર્પણ  કરવામાં આવ્યું. આ દેશનો પહેલો એવો રેલવે બ્રિજ છે જે કેબલ સ્ટેડ ટેક્નિક પર બનેલો છે. આ ઐતિહાસિક પુલ કાશ્મીર ઘાટીને ભારત સાથે જોડશે અને વિસ્તારમાં વેપાર, પર્યટન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે. પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરમાં 46 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરી રહ્યા છે. તેઓ કટરાથી શ્રીનગર માટે શરૂ થઈ રહેલી વંદે ભારતને પણ લીલી ઝંડી દેખાડી. આ ટ્રેન દ્વારા જમ્મુથી શ્રીનગરનો રસ્તો  ફક્ત 3 કલાકનો થઈ જશે. 

ચીન પાકિસ્તાનના હોશ ઉડ્યા
272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંકના સૌથી મહત્વનો પડાવ ગણાતા ચિનાબ રેલવે બ્રિજ કોઈ સામાન્ય બ્રિજ નથી. તેના બનવાથી બે દેશોની ઊંઘ ઉડી ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. કઈ રીતે કૂટનીતિક રીતે દેશને મજબૂત સ્થિતિમાં પહોંચાડશે અને ચીન અને પાકિસ્તાન હેરાન પરેશાન થશે તે પણ તમારે જાણવા જેવું છે. 

— ANI (@ANI) June 6, 2025

ચીન પાકિસ્તાનના હોશ ઉડ્યા
272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંકના સૌથી મહત્વનો પડાવ ગણાતા ચિનાબ રેલવે બ્રિજ કોઈ સામાન્ય બ્રિજ નથી. તેના બનવાથી બે દેશોની ઊંઘ ઉડી ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. કઈ રીતે કૂટનીતિક રીતે દેશને મજબૂત સ્થિતિમાં પહોંચાડશે અને ચીન અને પાકિસ્તાન હેરાન પરેશાન થશે તે પણ તમારે જાણવા જેવું છે. 

શું છે આ ચિનાબ બ્રિજ
ચિનાબ બ્રિજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બન્યો છે. જે 1315 મીટર  લાંબો અને 359 મીટર ઊંચો છે. એફિલ ટાવરથી પણ તે ઊંચો છે. આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટનો ભાગ છે. જે કાશ્મીરને દેશના બાકી ભાગો સાથે જોડશે. તેની ખાસિયત એ છે કે તે 120 વર્ષ  સુધી ભૂકંપ, પુર અને બરફવર્ષાને ઝેલી શકે છે. તે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. . બ્રિજમાં 17 સ્પેન છે જેમાં સૌથી મોટો મેહરાબ 467 મીટર લાંબો છે. તેને બનાવવામાં 28000 ટન સ્ટીલ અને ખાસ પ્રકારના કોંક્રીટનો ઉપયોગ થયો છે. 

પાકિસ્તાનને કેમ પરેશાની
પાકિસ્તાનને ચિનાબ બ્રિજથી અનેક સ્તરો પર અનેક કારણોસર સમસ્યા છે જેમ કે...

સૈન્ય તાકાતમાં ભારતની ધાક
ચિનાબ બ્રિજથી ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં ઝડપથી સૈનિકો, હથિયારો અને સામગ્રી પહોંચાડવામાં મદદ મળશે. ખાસ કરીને પાકિસ્તાન નજીક એલઓસી તથા લદાખમાં ભારતની સ્થિતિ મજબૂત કરશે. 

પીઓકે પર દબાણ
આ બ્રિજ પીઓકેની નજીક છે. જ્યાં પાકિસ્તાન અને ચીન મળીને ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર ચલાવી રહ્યા છે. ભારતની મજબૂત હાજરીથી પીઓકેમાં આ પ્રોજેક્ટ્સ પર અસર પડી શકે છે. 2022માં પીઓકેમાં CPEC નો એક પુલ ગ્લેશિયર ફાટવાથી વહી ગયો હતો. જેના કારણે પાકિસ્તાનને ખુબ નુક્સાન થયું હતું. 

સિંધુ જળ સંધિનો મુદ્દો
ચિનાબ નદી પર ભારતનો બંધ, જમ  કે બગલિહાર અન સલાલ પહેલેથી જ પાકિસ્તાન માટે ચિંતાનું કારણ છે. ભારતે હાલમાં જ પહેલગામ હુમલા બાદ સિંધુ જળ સંધી સસ્પેન્ડ કરી છે. બાદ હાલાત વધુ ખરાબ થઈ શકે છે. ચિનાબ બ્રિજથી ભારતની આ વિસ્તારમાં પકડ વધુ મજબૂત થશે. જેનાથી પાકિસ્તાનનું પાણી અને વીજળી યોજનાઓ પ્રભાવિત થઈ શકે છે. 

આતંકવાદ પર ઘા
બ્રિજથી કાશ્મીરમાં કનેક્ટિવિટી વધશે અને તેના કારણે આતંકવાદ પર નકેલ કસવામાં મદદ મળશે. આ પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. કારણ કે તે હંમેશા કાશ્મીરમાં ઉપદ્રવ મચાવવા માટે દરેક શક્ય કોશિશ કરે છે. 

ચીનને શું મુશ્કેલી
ચીનની બેચેની પાછળના કારણો આ મુજબ છે....

CPEC પર જોખમ
CPEC  ચીનનો 62 અબજ ડોલરનો પ્રોજેક્ટ છે જે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે. ચિનાબ બ્રિજથી ભારતની સૈન્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તાકાત વધશે જે CPEC માટે પડકાર છે. પીઓકેમાં CPEC  પહેલેથી જ બલૂચ વિદ્રોહીઓ અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. 

પીઓકેમાં રોકાણ પર અસર
ચીને પીઓકેમાં દિયામિર-ભાષા અને મોહમંદ ડેમ જેવા પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કરેલું છે. ભારતે તેના પર આપત્તિ જતાવી છે કારણ કે તે તેના ગેરકાયદેસર કબજાવાળા વિસ્તારમાં બની રહ્યા છે. ચિનાબ બ્રિજથી ભારતની પ્રાદેશિક પક્કડ મજબૂત થશે જેનાથી ચીનની યોજનાઓ પ્રભાવિત થઈ શકે છે. 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news