PM shram mandhan yojana: દર મહિને 3000 રૂપિયા આપનારી આ કઈ યોજના છે? ખાસ જાણો કોને મળી શકે

 pradhan mantri shram yogi mandhan yojana: ભારત સરકારે શ્રમિકો માટે એક ખાસ યોજના લોન્ચ કરી છે. જે હેઠળ દરેક વ્યક્તિ પેન્શન લેવા માટે હકદાર બની શકે છે. જેમાં દર મહિને 3 હજાર રૂપિયા સુધીનું પેન્શન લઈ શકે છે. 

PM shram mandhan yojana: દર મહિને 3000 રૂપિયા આપનારી આ કઈ યોજના છે? ખાસ જાણો કોને મળી શકે

Pm shram yogi mandhan yojana benefits: આર્થિક રીતે નબળા લોકો માટે ભારત સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. આ કડીમાં પીએમ શ્રમ યોગી માનધન યોજના પણ લોન્ચ કરાઈ છે. જે હેઠળ પેન્શન આપવામાં આવશે. આ સ્વૈચ્છિક અને અંશદાયી પેન્શન યોજના (Voluntary and Contributory Pension Scheme) છે. આ  યોજનામાં 18 થી 40 વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકે છે. જેમને એક સમય બાદ 3 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળશે. જાણો તેનો લાભ લેવા માટે શું જરૂરી છે અને કયા લોકો આ યોજના માટે પાત્રતા ધરાવતા હશે. 

શું છે આ PM-SYM યોજના?
આ યોજનામાં 18થી 40 વર્ષ સુધીના લોકો અરજી કરી શકે છે. કોઈ અસંગઠિત કર્મચારી(Unorganized Worker) આ યોજનાનો સદસ્ય બને અને 60 વર્ષ  સુધી પૈસા જમા કરે તો તેને 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શનનો લાભ મળી શકે છે. તેના મૃત્યુ બાદ પતિ કે પત્નીને પેન્શનનો 50 ટકા ભાગ મળશે. આ યોજનામાં નામાંકનની સુવિધા પણ મળશે. લાભાર્થી યોજના હેઠળ કોઈનું પણ નામ જોડી શકાય છે. 

પ્રવેશ સમયે ઉંમર           માસિક અંશદાન(રૂપિયામાં)    સરકાર દ્વારા સમાન યોગદાન (રૂપિયામાં)

18 વર્ષ                                       55                                                   55

20 વર્ષ                                       65                                                   65

30 વર્ષ                                       80                                                   80

35 વર્ષ                                     105                                                 105

40 વર્ષ                                     200                                                 200

કોને મળશે ફાયદો
આ યોજનાનો લાભ રેકડી-લારી વાળા, મોચી, કચરો વીણનારા, ઘરેલુ કામદારો, ધોબી, રિક્ષાવાળા, ગ્રામીણ ભૂમિહીન મજૂરો, કૃષિ કામદારો, નિર્માણ કામદારો, બીડી કામદારો, હાથવણાટ કામદારો, ચામડા ઉદ્યોગના કામદારોને મળી શકશે. આ લોકોની માસિક આવક 15000 રૂપિયા જેટલી હોવી જોઈએ. આ ઉપરાંત એવા કર્મચારીઓ જે EPFO, NPS, ESIP માં સામેલ નથી તેવા લોકો પણ આ યોજનામાં સામેલ થઈ શકશે. 18 વર્ષની ઉંમરથી 55 રૂપિયા જમા કરવાની શરૂઆત થઈ શકે છે. 

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર
યોજનાનો લાભ મેળવવા માટે  લાભાર્થીને આધાર કાર્ડ, બેંક પાસબુક, અને સ્વપ્રાણિત ફોર્મ આપવું પડશે. જેમાં ઓટો ડેબિટ સુવિદા માટે સહમતિ ફોર્મ પણ લેવામાં આવશે. પૈસા જમા કરવા માટે ઓટો ડેબિટ દ્વારા દર મહિને હપ્તો કાપવામાં આવશે. જો કે તેમાં ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક યોગદાનની પણ જોગવાઈ આપવામાં આવશે. પહેલો હપ્તો કોમન સર્વિસ સેન્ટર પર કેશ જમા કરવો પડશે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news