Monsoon Getaways In India: ચોમાસામાં ફરવાની મજા આવે એવી અને ગુજરાતની નજીક આવેલી 5 સુંદર જગ્યાઓ
Monsoon Getaways In India: આગામી તહેવારો સમયે આવતી રજાઓમાં ફરવા જવાનું વિચારતા હોય તો આજે તમને ગુજરાતની નજીક આવેલી 5 જગ્યાઓ વિશે જણાવીએ જે ચોમાસામાં જોવા જેવી હોય છે. ખાસ વાત એ છે કે આ 5 જગ્યાઓ બજેટ ફ્રેંડલી છે એટલે કે તમે પરિવાર સાથે ઓછા ખર્ચે વેકેશનની મજા માણી શકો છો.
Trending Photos
Monsoon Getaways In India: જે લોકો ફરવાના શોખીન હોય તેઓ રજાઓ આવે તે પહેલા જ ક્યાં ફરવા જવું તે નક્કી કરવા લાગે છે. આગામી તહેવારો દરમિયાન લોંગ વીકેન્ડમાં જો ફરવા જવું હોય તો ગુજરાતથી નજીક એવી આ જગ્યાઓએ જઈ શકાય છે. આ 5 જગ્યા એવી છે જ્યાં ચોમાસા દરમિયાન ફરવા જવું યાદગાર અનુભવ રહેશે. આ જગ્યાઓ બજેટ ફ્રેંડલી છે. 5 મોનસુન ડેસ્ટિનેશન તમારા મિની વેકેશનને અદ્ભુત અનુભવ બનાવશે. આ 5 જગ્યાઓએ ફરવા જવાનો અનુકૂળ સમય જૂનથી સપ્ટેમ્બર હોય છે.
મહાબળેશ્વર
મહારાષ્ટ્રનું આ હિલ સ્ટેશન ચોમાસામાં ફરવા માટે શાનદાર છે. સ્ટ્રોબેરીના ખેતરો અને મનોરમ્ય દ્રશ્યો માટે પ્રખ્યાત મહાબળેશ્વર ચોમાસા દરમિયાન સેફ પ્લેસ છે. મહાબળેશ્વર વરસાદી વાતાવરણમાં ફરવા માટે સેફ ગણાય છે કારણ કે અહીં જોખમી રસ્તા નથી.
લોનાવાલા
મુંબઈ અને પુણેથી થોડા કલાક દુર લોનાવાલા આવેલું છે જે ચોમાસામાં ફરવા માટે લોકપ્રિય ડેસ્ટિનેશન છે. ટ્રેંકિંગ, ઝરણા અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ ઓછા ખર્ચે સારી ટ્રીપનો અનુભવ કરાવશે. જો કે ચોમાસામાં અહીં ટ્રેકિંગ પર જતા પહેલા હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લેવી.
ઉદયપુર
ચોમાસા દરમિયાન રાજસ્થાનના ઉદયપુરની રોનક વધી જાય છે. વરસાદના પાણીથી પિછોળા લેક, ફતેહસાગર છલોછલ હોય છે. ચોમાસામાં અરાવલીની લીલીછમ પર્વતમાળા વચ્ચે ઉદયપુરનું અલગ જ રુપ જોવા મળે છે. અહીં વાતાવરણ મનમોહક હોય છે.
લદ્દાખ
જુલાઈની શરુઆતથી સપ્ટેમ્બર સુધી લદ્દાખમાં પૈંગોંગ લેક, નુબ્રા વેલી ફરવા જવું બેસ્ટ છે. અહીં દેશની અન્ય જગ્યાની સરખામણીમાં ચોમાસું શુષ્ક હોય છે. અહીં વાતાવરણ તડકાવાળું રહે છે.
કુર્ગ
કુર્ગ ભારતનું સ્કોટલેંડ ગણાય છે. ચોમાસામાં કુર્ગ સપના જેવું સુંદર દેખાય છે. કુર્ગ ફરવા જશો તો એવું લાગશે જાણે કોઈ ફિલ્મના સેટ પર પહોંચી ગયા હોય. એટલે કે દરેક જગ્યા સુંદર અને પિક્ચર પરફેક્ટ લાગશે. અહીં રહેવા, જમવાનો ખર્ચ પણ પોકેટ ફ્રેડલી હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે