Frizzy Hair: ફ્રીઝી હેર એકવારમાં જ દેખાશે સુપર સોફ્ટ, ટ્રાય કરો આ લાલ ફૂલનું હેર માસ્ક
Hair Mask For Frizzy Hair: વરસાદી વાતાવરણમાં વાળ બેજાન અને ગુંચવાયેલા રહે છે. ફ્રીઝી હેરને સંભાળવા મુશ્કેલ થઈ જાય છે. જેમના વાળ એકદમ ફ્રીઝી હોય તેમના માટે આ હેર માસ્ક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ફટાફટ જાણી લો અને ટ્રાય પણ કરો.
Trending Photos
Hair Mask For Frizzy Hair: વરસાદી વાતાવરણમાં કાળઝાળ ગરમીથી તો રાહત મળે છે પરંતુ આ વાતાવરણ કેટલીક સમસ્યાઓ સાથે લઈને આવે છે. આવી જ સમસ્યામાંથી એક છે ફ્રીઝી વાળ. વરસાદી વાતાવરણમાં વાળ રુક્ષ અને જાડુ જેવા વિખેરાયેલા દેખાય છે. ફ્રીઝી હેરને કંટ્રોલ કરવા માટે યુવતીઓ કન્ડીશનરથી લઈને મોંઘા સીરમ પણ યુઝ કરે છે પરંતુ તેમ છતાં વાળને મેનેજ કરવા મુશ્કેલ થઈ જાય છે.
જો તમારી સમસ્યા પણ ફ્રીઝી હેર છે તો આજે તેનું સરળ સોલ્યુશન તમને જણાવીએ. ફ્રીઝી હેરને કંટ્રોલ કરવા માટે તમે ઘરે એક હેર માસ્ક બનાવીને લગાડી શકો છો. આ હેર માસ્ક ફ્રીઝી હેર ને સુપર સોફ્ટ બનાવી શકે છે. તો ચાલો તમને જણાવીએ ફ્રીઝી હેર માટે ગેમ ચેન્જર સાબિત થાય તેવું હેર માસ્ક કઈ વસ્તુઓથી બને છે.
હેર માસ્ક બનાવવા માટે જરૂરી વસ્તુઓ
જાસૂદના 5 તાજા ફુલ
એલોવેરા જેલ
નાળિયેર અથવા તો બદામનું તેલ
દહીં
સૌથી પહેલા જાસૂદના ફૂલને સારી રીતે સાફ કરી તેના પાન અલગ કરી લો. જાસૂદના ફૂલના પાનની પેસ્ટ બનાવી તેમાં એલોવેરા જેલ, નાળિયેરનું તેલ અને દહીં મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે વાળના મૂળમાં અને લંબાઈ સુધી લગાડો. ત્યાર પછી હેર માસ્ક ને 30 મિનિટ સુધી વાળમાં છોડી દો. 30 મિનિટ પછી હુંફાળા પાણીથી વાળ સાફ કરી લો. જો શક્ય હોય તો આ દિવસે શેમ્પૂ કરવું નહીં. શેમ્પૂ બીજા દિવસે સવારે કરવું. સારું રિઝલ્ટ મેળવવું હોય તો આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક થી બે વખત કરો.
એક્સપર્ટ જણાવે છે કે જાસૂદના ફૂલથી વાળનો ગ્રોથ સુધરે છે અને સાથે જ વાળ મુલાયમ પણ બને છે. તો જો તમે પણ વિખેરાયેલા વાળથી પરેશાન છો અને વાળને સુપરસોફ્ટ બનાવવા છે તો આ હેર માસ્ક ટ્રાય કરી જુઓ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે