Nail Care: આ સ્ટેપ ફોલો કરી ઘરે આરામથી દુર કરી શકશો નેલ એક્સટેન્શન, પાર્લર જવાની જરૂર નહીં પડે

Steps To Remove Nail Extensions At Home: જો તમને નેલ એક્સટેન્શન કરાવવાનો શોખ હોય તો આ જાણકારી તમારા માટે મહત્વપૂર્ણ છે. આજે તમને ઘરે નેલ અક્સટેન્શનને રીમૂવ કેવી રીતે કરવા તેની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જણાવીએ.
 

Nail Care: આ સ્ટેપ ફોલો કરી ઘરે આરામથી દુર કરી શકશો નેલ એક્સટેન્શન, પાર્લર જવાની જરૂર નહીં પડે

Steps To Remove Nail Extensions At Home: સુંદર નખ હાથની સુંદરતા પણ વધારે છે. તેમાં પણ હવે તો નખની સુંદરતા વધારવા માટે નેલ એક્સટેન્શનનો ટ્રેન્ડ વધ્યો છે. મોટાભાગે મહિલાઓ સલૂનમાં જઈને નેલ એક્સટેન્શન કરાવે છે. નેલ એક્સટેન્શન એક મહિના સુધી ચાલે છે. જ્યારે નેલ એક્સટેન્શન દૂર કરવાના હોય છે તો પાર્લરમાં જવું પડે છે અને અલગથી ચાર્જ આપવો પડે છે. પરંતુ નેલ એક્સટેન્શન રીમુવ કરવાની પ્રોસેસ તમે ઘરે પણ કરી શકો છો. તેના માટે કેટલીક વસ્તુઓ જરૂરી છે. જો આ વસ્તુઓ તમારા ઘરે હોય અથવા તો તમે એકવાર વસાવી લેશો તો વારંવાર નેલ એક્સટેન્શન રિમૂવ કરાવવા માટે પાર્લર જવું નહીં પડે. તમે ઘરે જ આ વસ્તુઓની મદદથી નેલ એક્સટેન્શનને રીમુવ કરી શકો છો.

નેલ એક્સટેન્શન રિમૂવ કરવા માટે જરૂરી વસ્તુ 

પ્યોર એસીટોન, રૂ, એલ્યુમિનિયમ ફોઈલ, નેલ કટર, નેલ ફાઈલર, ક્યુટીકલ પુશર, ક્યુટીકલ ઓઇલ 

નેવ એક્સ્ટેન્શન રીમુવ કરવાના સ્ટેપ 

1. સૌથી પહેલા એક્રેલિક નેલને નેલકટરની મદદથી શક્ય હોય એટલા કાપી નાખવા. 

2. જ્યારે વધારાના નખ કપાઈ જાય તો પછી ફાઈલરની મદદથી એક્રેલિક નેલની ઉપરની પરતને હટાવો. 

3. ત્યાર પછી રુને એસિટોનમાં બોળીને નખ પર લગાવો. 

4. રૂની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ વીંટી દો અને 30 મિનિટ સુધી છોડી દો. 

5. 30 મિનિટ પછી ફોઈલ અને રૂ હટાવો. જો એક્રેલિક નેલ બરાબર નીકળ્યો ન હોય તો ફરીથી એસીટોન લગાડીને ફોઈલમાં નખને બાંધી રાખો. 

6. આટલી પ્રોસેસ કર્યા પછી એક્રેલિક નેલ લુઝ થઈ ગયો હશે. ત્યાર પછી ક્યુટીકલ પુશરની મદદથી ધીરે ધીરે નખ હટાવો. 

7. જ્યારે એક્રેલિક નેલ હટી જાય તો ક્યુટિકલ ઓઇલ નખ અને નખની આસપાસની ત્વચા પર લગાવી 5 મિનિટ માલિશ કરો. 

ઘરે નેલ રિમૂવ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એસિટોનનો ઉપયોગ એવી જગ્યાએ બેસીને કરવો જ્યાં બરાબર હવાની અવરજવર હોય. આ સિવાય જ્યાં સુધી નખ લુઝ ન પડે ત્યાં સુધી જબરદસ્તીથી નખ ખેંચવાની ટ્રાય ન કરવી. નેલ રીમૂવ કર્યા પછી થોડા દિવસ નિયમિત રીતે નખ પર મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news