એક યુવતીના બે પતિ...ત્રણેય એક જ ઘરમાં રહે, કયા પતિ સાથે કેટલું રહેવું? જોડીદાર પ્રથાવાળા લગ્નમાં આ રીતે થાય નક્કી

Woman Marries two Brothers in Himachal: હિમાચલ પ્રદેશમાં હાલમાં થયેલા એક લગ્નએ દેશભરમાં ચકચાર મચાવી કારણ કે તેમાં એક યુવતીના બે ભાઈ સાથે લગ્ન થયા. એટલે કે વરરાજા બે અને વધુ એક જ. આ પ્રથા વિશે રસપ્રદ વાતો ખાસ જાણો. 

એક યુવતીના બે પતિ...ત્રણેય એક જ ઘરમાં રહે, કયા પતિ સાથે કેટલું રહેવું? જોડીદાર પ્રથાવાળા લગ્નમાં આ રીતે થાય નક્કી

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હાલમાં જ બે ભાઈઓએ કુહાટ ગામની એક છોકરી સુનિતા ચૌહાણ સાથે લગ્ન કર્યા અને આ લગ્ન ખુબ ચર્ચામાં આવી ગયા કારણ કે બે ભાઈઓ એક જ યુવતીને પરણ્યા. બહુપતિ પરંપરા હિમાચલ પ્રદેશમાં જોડીદાર પ્રથા તરીકે પણ ઓળખાય છે. સુનિતાના જેમની સાથે લગ્ન થયા છે તે બંને ભાઈઓ પ્રદીપ નેગી અને કપિલ નેગી શિલાઈના રહીશ છે અને આ શિલાઈમાં દરેક ઘરમાં આ રીતે લગ્ન થયા હોવાનું કહેવાય છે. 

કેમ કરે છે આ રીતે લગ્ન
એવું માનવામાં આવે છે કે સંપત્તિની વહેંચણી ન થાય એટલા માટે જોડીદાર પ્રથામાં બે  સગા ભાઈઓ કે તેનાથી વધુ  ભાઈઓ એક જ દુલ્હન સાથે પરણે છે. હિમાચલમાં હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે. આ લગ્ન આ સમુદાયમાં શિરમૌર, શિમલા, કિન્નોર અને લાહોલ સ્પીતિના કેટલાક ભાગોમાં પ્રચલિત છે. સ્થાનિક ભાષામાં તેને જાજડા પણ કહે છે. સિરમૌરના ટ્રાંન્સ ગિરી વિસ્તારમાં આ લગ્ન થયા હતા. અનેક લોકો અને સંબંધીઓ આ લગ્નમાં સામેલ થયા હતા. પરંપરાગત વાનગીઓ, લોકગીત ને ડાન્સના વીડિયો પણ વાયરલ થયા તો સમગ્ર દેશમાં આ લગ્ન ચર્ચામાં આવી ગયા. દુલ્હન સુનિતા ચૌહાણનું ગામ સાસરાના ગામ શિલાઈથી લગભગ 15 કિમી દૂર છે. 

દુલ્હન સુનિતા ચૌહાણ આઈટીઆઈમાંથી અભ્યાસ કરી ચૂકી છે અને તેનું કહેવું છે કે તેણે તેની મરજીથી આ પરંપરા અપનાવી છે. કપિલ નેગી અને પ્રદીપ નેગી બંનેએ પત્નીને પ્રેમ અને સંબંધોને સ્થિરતા આપવાની વાત કરી છે. આ લગ્ન રમલસાર પૂજા પદ્ધતિથી થયા છે. જેમાં ફેરાની જગ્યાએ સિન્જ લેવાય છે. સિન્જ પ્રથામાં ફેરા નહીં પરંતુ આગ સામે ઊભા રહીને વચનો અપાય છે. જોડીદાર પ્રથામાં જાન દુલ્હન પક્ષ તરફથી દુલ્હેરાજાના  ઘરે જતી હોય છે. 

પત્ની સમય કેવી રીતે ફાળવે
આ મુદ્દે અનેક સવાલ થાય એ સ્વાભાવિક છે. પરંતુ હિમાચલ પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર વાઈએસ પરમારે પોતાના પુસ્તક Polyandry in the Himalayas માં આ પ્રથા વિશે વિસ્તૃતમાં જણાવ્યું છે. તેઓ પોતાના રિચર્ચમાં લખે છે કે પત્ની જ એ નક્કી કરે છે કે તે કયા પતિને કેટલો સમય આપશે. જો કે તે બંને પતિઓને બરાબર પ્રેમ કરે તે જવાબદારી પણ પત્નીની હોય છે. 

પુસ્તકના 91માં પેજ પર પરમાર લખે છે કે, ક્યારેક ક્યારેક રૂમની બહાર ટોપી-જૂતું કે કોઈ અન્ય ચીજ મુકવામાં આવે છે જેથી કરીને એ વાતનો સંકેત આપી શકાય કે પત્ની તેની સાથે રહેશે. આ પરંપરા એવા સમયમાં શરૂ થઈ હતી કે જ્યારે ઘરમાં એક જ રૂમ રહેતો હતો. મોટાભાગના કેસોમાં પત્ની એક જ રૂમમાં તેના તમામ પતિઓ સાથે સૂતી હોય છે. એ જ એ વાતનો નિર્ણય કરે છે કે તેની સાથે તે રાતે કોણ સાથે સૂઈ જશે. જો કે તે વારાફરતી દરેક પતિ સાથે પોતાનો પત્ની ધર્મ પણ નિભાવે છે. તમામ પતિઓને બરાબર સમય આપવામાં આવે છે. આવામાં ફરિયાદ પણ ક્યારેક જ જોવા મળતી હોય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે