Healthy Drinks: મેટાબોલિઝમ બુસ્ટ કરવા દિવસની શરુઆત કરો આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંકથી, મહેનત વિના ફેટ બર્ન થવા લાગશે
Morning Healthy Drinks: જો શરીરનું મેટાબોલિઝમ અને ગટ હેલ્થ સારી હોય તો વજન વધતું નથી અને શરીર સ્વસ્થ પણ રહે છે. આ કામ કરવા માટે દિવસની શરુઆત 5 હેલ્ધી ડ્રિંક્સ સાથે કરવી જોઈએ. આ ડ્રિંક્સ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે.
Trending Photos
Morning Healthy Drinks: ગરમીના વાતાવરણમાં શરીરને ડીટોક્ષ કરવા માટે અને એનર્જીટીક બનાવવા માટે દિવસની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે તે મહત્વનું હોય છે. જો દિવસની શરૂઆતમાં જ ઓઇલી કે હેવી ફૂડ લેવામાં આવે તો મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. પરંતુ સવારની શરૂઆત જો હેલ્ધી અને પ્રાકૃતિક ડ્રિન્કથી કરવામાં આવે તો મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને આખો દિવસ શરીર એનર્જીટીક રહે છે.
મેટાબોલિઝમ બુસ્ટ થવાનો અર્થ છે કે શરીર ઝડપથી કેલેરી બાળી શકે છે અને ફેટને એનર્જીમાં બદલી શકે છે. મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે કેટલાક હેલ્ધી ડ્રિંક સવારે લેવા જોઈએ. આજે તમને કેટલાક હેલ્ધી ડ્રિન્કના ઓપ્શન વિશે જણાવીએ. આ 5 હેલ્ધી ડ્રિન્કમાંથી કોઈપણ એકનું સેવન રોજ સવારે કરી શકાય છે. આ હેલ્ધી વસ્તુઓ મેટાબોલિઝમને નેચરલી બુસ્ટ કરવામાં મદદ કરે છે.
મેટાબોલિઝમ બુસ્ટ કરતા 5 હેલ્ધી ડ્રિંક
જીરાનું પાણી
મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં સૌથી વધારે અસરકારક જીરાનું પાણી છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું રાત્રે પલાળી દેવું અને સવારે ખાલી પેટ આ પાણી પી લેવું. તેનાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ પાણી પીવાથી ફેટ ઝડપથી બાળવામાં મદદ પણ મળે છે અને શરીરને ઠંડક પણ થાય છે.
મેથીનું પાણી
મેથી દાણાનું પાણી બનાવવા માટે પણ રાત્રે મેથીને પાણીમાં પલાળી દો અને સવારે તે પાણીને ગાળી અને પી જવું. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને આ ડ્રિંક પીવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. મેથી એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરની સફાઈ કરવા માટે લાભકારક છે.
લીંબુ પાણી
હુંફાળા પાણીમાં એક લીંબુ નીચોવી સવારે પીવાથી પણ શરીર ડિટોક્ષ થાય છે અને મેટાબોલિઝમ એક્ટિવ રહે છે. વિટામિન સી થી ભરપુર શરીરમાં જામેલી ચરબીને તોડવામાં મદદ કરે છે અને સિસ્ટમને પણ મજબૂત બનાવે છે.
વરીયાળીની ચા
જો સવારે વરિયાળીની ચા બનાવીને પીવો છો તો તેનાથી ગેસ, અપચો અને બ્લોટીંગ જેવી સમસ્યા દૂર થઈ જાય છે. વરીયાળીમાં પણ એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે જે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. ઉનાળાના સમયમાં વરીયાળી શરીરને ઠંડક પણ કરે છે.
આદુનું પાણી
જો તમને સોજા આવવા જેવી સમસ્યા હોય તો સવારે આદુનું પાણી પીવું જોઈએ. આદુનું પાણી પાચન ક્રિયાને સુધારે છે અને શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે