મચી અફરા-તફરી! આવી રહ્યો છે 25 કલાકનો દિવસ? પૃથ્વી પર થઈ રહેલા આ પરિવર્તનથી ટેન્શનમાં વૈજ્ઞાનિકો
Earth Rotation: છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા રિસર્ચમાં એક એવો ખુલાસો થયો છે કે, જેણે બધા વૈજ્ઞાનિકોને હેરાન કરી દીધા છે. આ ડરામણી રિસર્ચ પૃથ્વીના પરિભ્રમણની ગતિ વિશે છે, જેમાં વૈજ્ઞાનિકો કેટલાક મોટા ફેરફારોથી ડરી રહ્યા છે. શું પૃથ્વી પર કોઈ મોટી આપત્તિ આવવાની છે? ચાલો તેના વિશે જાણીએ...
રિપોર્ટ
હાલમાં જ થયેલા એક સ્ટડી અનુસાર છેલ્લા કરોડો વર્ષોમાં આવું બે વાર બન્યું છે, જ્યારે પૃથ્વી તેની સૌથી ધીમી ગતિએ ફરવાનું શરૂ કર્યું. આમાંનો એક સમય એવો હતો જ્યારે ધરતી પર એક ખૂબ જ મોટું માસ એક્સટિંક્શન થયું હતું. આ અંગે ચીની વૈજ્ઞાનિકોએ પણ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. ચંદ્રના ખેંચાણ અને ગ્રહોની બદલાતી ગતિને કારણે ઘડિયાળ 25 કલાકના દિવસ તરફ આગળ વધી રહી છે.
ચીનનું શું કહેવું છે?
ચીની વૈજ્ઞાનિકોના મતે જ્યારે બીજી વખત પૃથ્વીની ગતિ ધીમી પડી હતી, ત્યારે પૃથ્વી પર જીવનનો ઝડપથી વિસ્તાર થયો હતો, જેને કેમ્બ્રિયન વિસ્ફોટ કહેવામાં આવે છે. એવું લાગે છે કે, પૃથ્વી સ્થિર ગતિએ ફરી રહી છે પરંતુ તેનો સમય બદલાઈ શકે છે અને તે હવે 24 કલાક નથી રહેતો.
ગુરુત્વાકર્ષણમાં બદલાવ
ગુરુત્વાકર્ષણમાં બદલાવ થવાના કારણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં તફાવત આવે છે, જેના કારણે દરિયાઈ ભરતી અથવા ઓટ આવે છે. પૃથ્વીની સપાટી અને ભરતી-ઓટ વચ્ચેના ઘર્ષણને કારણે પણ પૃથ્વીની ગતિ ધીમી પડી જાય છે.
શું કહે છે રિપોર્ટ?
ચેંગ્ડુ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેડિમેન્ટરી જીઓલોજીના મા ચાઓની આગેવાની હેઠળની ટીમે તારણ કાઢ્યું કે, 700 મિલિયનથી 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર 20,000 કિમીનો વધારો થયો હતો.
કેમ્બ્રિયન વિસ્ફોટ
સૌથી પહેલા બદલાવ કેમ્બ્રિયન વિસ્ફોટ પછી થયો હતો, જ્યારે જીવનના સ્વરૂપોમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવ્યા હતા. બીજો અવરોધ લગભગ 250 મિલિયન વર્ષ પહેલા થયો હતો, જે ગ્રેટ ડાઈન્ગ સાથે સુસંગત હતો.
શું છે ગ્રેટ ડાઈન્ગ?
ગ્રેટ ડાઈન્ગને પર્મિયન-ટ્રાયસિક વિલુપ્તતા ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દરમિયાન પૃથ્વી પરનું 90 ટકા જીવન નાશ પામ્યું હતું. જલવાયુ, સમુદ્રનું સ્તર અને મીઠાના સ્તરમાં પરિવર્તનના કારણે આ વલુપ્ત થવાની ઘટના બની હતી.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.
Trending Photos