જુલાઈમાં પલટી મારશે 5 જાતકોનું ભાગ્ય, 6 ગ્રહોના ગોચરને કારણે થશે પૈસાનો વરસાદ, નોકરી-વેપારમાં મળશે લાભ
July 2025 Rashifal: જુલાઈ મહિનો ધમાકેદાર રહેવાનો છે. જુલાઈમાં અડધો ડઝન ગ્રહ ગોચર કરવાના છે, જે પાંચ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી દેશે, કહી શકાય કે જુલાઈમાં આ જાતકોનું ભાગ્ય પલટી જશે.
Lucky Zodiac Signs July 2025: વર્ષ 2025નો સાતમો મહિનો જુલાઈ શરૂ થવાનો છે અને જ્યોતિષની દ્રષ્ટિએ આ મહિનો ખાસ છે. જુલાઈમાં એક-બે નહીં અડધો ડઝન ગ્રહ ગોચર કરી રહ્યાં છે. 9 જુલાઈએ ગુરૂ ઉદય થશે, 13 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી થશે. 16 જુલાઈએ સૂર્ય ગોચર કરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 18 જુલાઈએ બુધ ગોચર કરી કર્ક રાશિમાં જશે અને પછી 24 જુલાઈએ તે રાશિમાં અસ્ત થઈ જશે. 26 જુલાઈએ શુક્ર ગોચર કરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 28 જુલાઈએ મંગળ ગોચર કરી કન્યા રાશિમાં જશે. તેનાથી ઘણા શુભ-અશુભ યોગ બનશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો કરિયરની દ્રષ્ટિએ સારો રહેશે. વિશેષ કરીને જે વિદેશી કંપનીઓમાં છે કે વિદેશમાં નોકરી કરવા ઈચ્છુક છે. કારોબારીઓ માટે સમય સારો છે. આર્થિક પ્રગતિ થશે. ખર્ચ ઓછો થવાથી બચત કરવામાં સફળ થઈ શકો છો.
મિથુન રાશિ
જુલાઈની શરૂઆતમાં સૂર્ય, ગુરૂ અને બુધ મિથુન રાશિમાં રહેશે, જેનાથી બુધાદિત્ય અને ગુરૂ-આદિત્ય યોગ બનશે. તે તમને અવિશ્વસનીય લાભ અપાવી શકે છે. પ્રમોશન મળી શકે છે. વેપારીઓને મોટો લાભ થઈ શકે છે. આ દરમિયાન યાત્રાઓ થશે. આર્થિક લાભનો યોગ છે. ઘરમાં કોઈ મોટી સમસ્યા ખતમ થતાં રાહત મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ મળવાનો યોગ છે. તમે તમારા લક્ષ્ય તરફ વધશો. બિઝનેસમાં એવી તક મળશે જેનાથી તમારા કારોબારનો વિસ્તાર થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને સીનિયર્સનો સહયોગ મળશે. પ્રગતિ થઈ શકે છે. કારોબારીઓની યોજનાઓ સફળ થશે અને સારી કમાણી થશે. અચાનક ધનલાભ થવાથી ખુશ થઈ જશો. બચત કરવામાં સફળ રહી શકો છો. લવ લાઇફ અને લગ્ન જીવન સારૂ રહેશે.
Pisces Zodiac
મીન રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો પ્રમોશન, પગાર વધારો અને પ્રશંસા અપાવી શકે છે. તમને મહેનતનું ફળ મળશે. પરંતુ કારોબારી જાતક કોઈ મોટા નિર્ણય લેવાથી બચે, જો નિર્ણય લેવાનો થાય તો સમજી-વિચારીને લેવો. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરુ થઈ શકે છે. આર્થિક લાભ થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos