વાવાઝોડા જેવું આવી રહ્યું છે, બંગાળની ખાડીમાં થઈ મોટી હલચલ, પલટાઈ ગઈ ગુજરાતની આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓને એલર્ટ આપી દીધું છે. તો સાથે જ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. આગામી દિવસોમાં દેશભરમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આખા દેશમાં વરસાદનું સંકટ
ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો માટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે, જેના કારણે ચોમાસુ વધુ સક્રિય થશે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ વધશે.
રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, રાજ્યમાં 14 ઓગસ્ટથી સારા વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો મધ્યમ વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે 17 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ છે. તો ભરૂચ, સુરત, તાપી, નર્મદામા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વલસાદની આગાહી છે. અમદાવાદમા હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, 12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. 4 ઓગસ્ટથી શરુ થનારા અઠવાડિયે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
Trending Photos