64 વર્ષના આ એક્ટરને 'ગિફ્ટ'માં મળી 5 મહિલાઓ, તમામ સાથે બાંધ્યો સંબંધ! હવે ચાલશે કેસ
Hollywood Actor Jean-Claude Van Damme: હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા જીન ક્લાઉડ વેન ડેમ પર રોમાનિયામાં ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. તેના પર ટ્રાફિકિંગનો ભોગ બનેલી પાંચ રોમાનિયન મહિલાઓ સાથે સંબંધો હોવાનો આરોપ છે. એવા પણ રિપોર્ટ છે કે, અભિનેતાએ તે મહિલાઓ સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલાએ આ અંગે ફરિયાદ કરી.
'ભેટ' તરીકે મળી મહિલાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોમાનિયાની તપાસ એજન્સી DIICOTએ વેન ડેમ વિરુદ્ધ ક્રિનિનલ ફરિયાદ દાખલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલાઓને એક ક્રિમિનલ ગ્રુપ દ્વારા વેન ડેમને 'ગિફ્ટ' તરીકે આપવામાં આવી હતી. આ ગ્રુપનો લીડર મોરેલ બોલિયા છે, જે પહેલાથી ટ્રાફિકિંગના કેસમાં તપાસ હેઠળ છે.
ક્યાં બની આ ઘટના?
આ ઘટના ફ્રાન્સના કાન્સમાં એક ઈવેન્ટ દરમિયાન બની હતી, જેનું આયોજન ખુદ વેન ડેમને કર્યું હતું. એક સાક્ષીએ કહ્યું કે, તેણે આ ઘટના પોતાની આંખોથી જોઈ છે. આ પછી DIICOTએ તેની તપાસ શરૂ કરી.
ગંભીર સ્થિતિમાં હતી મહિલાઓ
પીડિતાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ એડ્રિયન કુકુલિસે જણાવ્યું કે, આ મહિલાઓ ખૂબ જ ગંભીર સ્થિતિમાં હતી. તેણીનું સ્પષ્ટ રીતે શોષણ કરવામાં આવ્યું હતું. વેન ડેમ પહેલેથી જ તેની સ્થિતિ વિશે જાણતો હતો.
આ ફિલ્મોમાં કર્યું છે કામ
વેન ડેમ 64 વર્ષનો છે અને હોલીવુડમાં 'સ્ટ્રેટ ફાઈટર' અને 'બ્લડસ્પોર્ટ' જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે. તે બેલ્જિયન માર્શલ આર્ટિસ્ટ છે, જેને 'મસલ્સ ફ્રોમ બ્રસેલ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 1980ના દાયકામાં હોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા આવ્યો હતો.
કરાટેમાં ઘણા રેકોર્ડ
વેન ડેમે ટીનએજર કરાટેમાં ઘણા રેકોર્ડ બનાવ્યા, જેમાં 44 જીત અને માત્ર 4 હારનો સમાવેશ થાય છે. 1979માં તે બેલ્જિયન કરાટે ટીમનો ભાગ હતો. જેણે યુરોપિયન કરાટે ચેમ્પિયનશિપ જીતી હતી. પરંતુ તેમની જિંદગીમાં ઘણા ઓછા ઉતાર-ચઢાવ આવ્યા છે.
કોકેઈનનું વ્યસન
તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે વેન ડેમ કોકેઈનનો વ્યસની બની ગયો. આ ઉપરાંત નશામાં ડ્રાઇવિંગ અને ઘરેલુ હિંસા માટે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વિવાદોને કારણે તેમની ઈમેજને ઘણું નુકસાન થયું હતું.
હાઇ-પ્રોફાઇલ ટ્રાફિકિંગ કેસ
આ રોમાનિયામાં બીજો હાઇ-પ્રોફાઇલ ટ્રાફિકિંગ કેસ છે, જે ખૂબ જ ચર્ચામાં છે. આ પહેલા 2022માં એન્ડ્રુ અને ટ્રિસ્ટન ટેટની સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જ તેને દેશ છોડવાની પરવાનગી મળી છે.
ફ્રાન્સમાં ચાલશે આ કેસ
આ ઘટના ફ્રાન્સના કાન્સમાં બની હોવાથી ફ્રાન્સની હાઈકોર્ટે તેની તપાસને મંજૂરી આપવી પડશે. જો મંજૂર કરવામાં આવે તો વેન ડેમને રોમાનિયામાં નિવેદન આપવા માટે બોલાવવામાં આવી શકે છે. વાન ડેમ કે તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
90ના દાયકામાં વેન ડેમની ફિલ્મો એક્શન લવર્સમાં ખૂબ જ લોકપ્રિય હતી. પરંતુ હવે આ નવો વિવાદ તેની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરી રહ્યો છે. આ કેસનું શું પરિણામ આવે છે તે જોવું રહ્યું.
Trending Photos