અદાણી ગ્રુપ આ ગુજરાતી કંપનીમાં પોતાનો હિસ્સો વેચી નિકળી ગયું બહાર, શેરના ભાવમાં થયો ઘટાડો

Sold Stake: શુક્રવાર અને 18 જુલાઈના રોજ અદાણી ગ્રુપે આ ગુજરાતી કંપનીનમાં તેનો બાકીનો 10.42 ટકા હિસ્સો 3,732 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ સાથે, ગ્રુપ આ કંપનીમાંથી બહાર નીકળી ગયું છે. BSE પર શેર 1.31 ટકા ઘટીને 274.60 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયા હતા.
 

1/6
image

Sold Stake: ગૌતમ અદાણી ગ્રુપે શુક્રવારે તેનો બાકીનો 10.42 ટકા સંપૂર્ણ હિસ્સો 3,732 કરોડ રૂપિયામાં વેચી આ કંપનીમાંથી બહાર નીકળી ગયું છે. તમને જણાવી દઈએ કે આ કંપની પહેલા અદાણી વિલ્મર તરીકે જાણીતી હતી. આ દરમિયાન, BSE પર AWL એગ્રી બિઝનેસનો શેર 1.31 ટકા ઘટીને 274.60 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો.  

2/6
image

બીએસઈના ડેટા અનુસાર, આ સોદો ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવ્યો હતો. બલ્ક ડીલ ડેટા અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી કોમોડિટીઝ એલએલપી (એસીએલ) એ શુક્રવારે 11 તબક્કામાં કુલ 13,54,82,400 ઇક્વિટી શેર વેચ્યા, જે AWL એગ્રી બિઝનેસમાં 10.42 ટકા હિસ્સાની સમકક્ષ છે. આ સોદાનું કુલ મૂલ્ય લગભગ 3,732.54 કરોડ રૂપિયા હતું અને આ સોદો સરેરાશ 275.50 રૂપિયા પ્રતિ શેરના ભાવે થયો હતો.

3/6
image

દુબઈ સ્થિત શાજૈતન ઈન્વેસ્ટમેન્ટ્સ FZCO એ AWL એગ્રી બિઝનેસમાં 11.07 કરોડથી વધુ ઈક્વિટી શેર અથવા 8.52 ટકા હિસ્સો 3,049.99 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ (MF), IDFC MF, બંધન MF, જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ, મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર, યુએસ સ્થિત સુસ્ક્વેહાન્ના ઇન્ટરનેશનલ ગ્રુપ, ફ્રેન્કલિન ટેમ્પલટન, વેનગાર્ડ અને સિંગાપોર સ્થિત ડ્યુરો કેપિટલે પણ AWL એગ્રી બિઝનેસમાં શેર ખરીદ્યા છે.  

4/6
image

તમને જણાવી દઈએ કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા પ્રમોટ કરાયેલા અદાણી ગ્રુપે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે FMCG બિઝનેસમાંથી બહાર નીકળવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે AWL એગ્રી બિઝનેસમાં હિસ્સો વેચી દીધો છે. AWL એગ્રી બિઝનેસ ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે.  

5/6
image

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં, AWL એગ્રી બિઝનેસ લિમિટેડનો ચોખ્ખો નફો 24 ટકા ઘટીને 237.95 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ જણાવ્યું હતું કે ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં, કંપનીએ 313.20 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

6/6
image

Disclaimer: ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.