Rahu Ketu Transit 2025: 100 વર્ષ પછી રાહુ-કેતુ એકસાથે બદલશે ચાલ, આ રાશિઓને અચાનક ધન લાભ થવાના યોગ
Rahu Ketu Transit 2025: 20 જુલાઈ 2025 ના રોજ રાહુ અને કેતુ એકસાથે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. કેતુ 20 જુલાઈએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે અને આ જ દિવસે રાહુ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. રાહુ અને કેતુ છાયા ગ્રહ છે. વર્ષો પછી આ ગ્રહ એકસાથે નક્ષત્ર બદલશે જેના કારણે કેટલીક રાશિઓનો આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
રાહુ અને કેતુ નક્ષત્ર ગોચર
વૈદિક જ્યોતિષ અનુસાર સમયે સમયે ગ્રહો નક્ષત્ર અને રાશિ બદલે છે. જેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. રાહુ અને કેતુ નક્ષત્ર બદલશે ત્યારે આવું જ પરિવર્તન જોવા મળી શકે છે. વર્ષો પછી આવી ઘટના બનવા જઈ રહી છે જે 3 રાશિના લોકોને અચાનક લાભ કરાવનાર સાબિત થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થશે. આ સમયે આકસ્મિક ધન લાભ થઈ શકે છે. વેપારીઓને અટકેલું ધન પરત મળશે. ભાગ્યનો સાથ દરેક કામમાં મળશે. પ્રોપર્ટી કે વાહનની ખરીદી થઈ શકે છે. નોકરીકરતા લોકોના સંબંધ અધિકારીઓ સાથે સુધરશે.
તુલા રાશિ
કેતુ અને રાહુનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના લોકો માટે સકારાત્મક સિદ્ધ થશે. આ સમયે આવકમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સોર્સ બનશે. બિઝનેસમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મકર રાશિ
રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિ માટે પણ શુભ ફળદાયી સિદ્ધ થશે. નોકરીકરતા લોકોનું પદ મોટું થઈ શકે છે. કરિયરમાં ઉન્નતિ થશે. અટકેલા કામ પુરા થશે. વિવાહિત જાતકોને પરિવારનો સહયોગ મળશે. આ સમય દરમિયાન વિચારેલી યોજનાઓ સફળ થશે. આવક વધશે, ધનની બચત થઈ શકશે.
Trending Photos