1 એપ્રિલ પછી લોન લેનારાઓને મોજે દરિયાલાલા! વ્યાજ દરમાં આટલા ટકાનો થશે ઘટાડો!
CRISIL Report: જો આપણે ક્રિસિલના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો થશે. વ્યાજદરમાં ઘટાડો જીડીપી વૃદ્ધિને વેગ આપશે.
RBI Repo Rate: ફેબ્રુઆરીની શરૂઆતમાં, રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો. હવે CRISIL રિપોર્ટમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આગામી નવા નાણાકીય વર્ષ 2025-26માં રેપો રેટમાં 50-75 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો થઈ શકે છે. તેનો ઉદ્દેશ્ય વપરાશને પ્રોત્સાહન આપવાનો અને લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો છે. આ અંગેની માહિતી CRISIL India Outlook 2025 રિપોર્ટમાં આપવામાં આવી છે.
વ્યાજ દરમાં ઘટાડાથી શું ફાયદો થશે?
CRISILના રિપોર્ટ અનુસાર વ્યાજ દરમાં ઘટાડો થવાથી સામાન્ય લોકો માટે લોન સસ્તી થશે, જેનાથી તેઓ વધુ ખર્ચ કરી શકશે. આ ફેરફારની ધીમે ધીમે સમગ્ર અર્થવ્યવસ્થા પર અસર થશે અને ઉધાર ખર્ચમાં ઘટાડો થશે. ફેબ્રુઆરી 2025 માં આરબીઆઈએ પાંચ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. અગાઉ રિઝર્વ બેંકે મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 250 bps નો વધારો કર્યો હતો. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.
મોંધવારીને 4%ની રેન્જમાં લાવવાના પ્રયાસ
રેપો રેટ એપ્રિલ 2023 થી 6.5% પર સ્થિર રહ્યો. આના કારણે મોંઘવારીના દરને 4%ના મધ્યમ ગાળાના લક્ષ્ય સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2025-26માં 50-75 bps ના સંભવિત કટ સાથે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે એક યોજના બનાવવામાં આવી રહી છે. CRISILના રિપોર્ટ અનુસાર સરકાર અને RBI બંને આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સાથે મળીને કામ કરશે.
ચાલો જાણીએ વ્યાજદરમાં ઘટાડાથી શું થશે ફાયદો?
કેસનો ફ્લો વધવાથી જીડીપીને ટેકો મળશે
વ્યાજદરમાં ઘટાડાથી વપરાશ અને ખાનગી રોકાણ વધશે. તેનાથી બજારમાં રોકડ પ્રવાહ (liquidity) વધશે અને જીડીપીને ટેકો મળશે. વ્યાજ દરોમાં ઘટાડો થવાને કારણે સરકારે 2025-26ના બજેટમાં મૂડી ખર્ચમાં 10.1% વધારો કરવાની દરખાસ્ત કરી છે. આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સરકારી યોજનાઓમાં રોકાણ વધશે. આ ઉપરાંત સરકારે નાણાકીય ખાધ FY25માં 4.8% થી FY26 માં 4.4% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેનાથી સરકારની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે.
ગ્લોબલ જોખમ અને ભારતીય અર્થતંત્ર પર અસર
CRISIL રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ ભારતીય અર્થતંત્ર માટે પડકાર બની શકે છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા ભારતની નિકાસને અસર કરી શકે છે. વિદેશી રોકાણકારો જોખમી બજારોથી દૂર રહી શકે છે અને ખાનગી ક્ષેત્રના રોકાણને અસર થઈ શકે છે. જો કે, દેશની અર્થવ્યવસ્થા સ્થિર વૃદ્ધિ દર જાળવી રાખશે કારણ કે સ્થાનિક માંગ અને સરકારની નીતિઓ તેને ટેકો આપશે.
ફુગાવાના દરમાં ઘટાડો થવાની અપેક્ષા
ક્રિસિલના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 26 માં ફુગાવાનો દર વધુ નીચે આવી શકે છે. રવિ પાકની વાવણી 1.5% વધી છે, જે ખાદ્ય પુરવઠામાં સુધારો કરશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. FY26માં તેલના ભાવ બેરલ દીઠ $70-75 પર રહી શકે છે. આ FY25 ના $78-83 પ્રતિ બેરલ કરતાં ઓછું છે.
Trending Photos