ગુજરાતમાં આ આગાહીને હળવાશથી લેવા જેવી નથી! અંબાલાલે વિસ્તારોના નામ અને તારીખ સાથે આપી ચેતવણી

Gujarat Flood Alert By Ambalal Patel: ગુજરાતમાં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ વરસશે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક આગાહી કરવામાં આવી છે. આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 10 જુલાઈથી ફરીથી વરસાદનું જોર વધશે.  

1/6
image

આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તે જોઈએ. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં 8-10 ઇંચ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલનો વરસાદ પાક માટે સારો નથી. વરાપ લેવા માટે હાલ યોગ્ય સમય નથી.

2/6
image

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ઓરેન્જ અલર્ટ અપાયું છે.   

3/6
image

હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 45થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. રાજ્યનું સરેરાશ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  

4/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, અમદાવાદ ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે, 24 જુલાઈ થી 30 જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ આવશે. 

5/6
image

2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તાપી નદી અને નર્મદા બે કાંઠે થવાની આગાહી છે. જેથી દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનને ધ્યાન રાખવું પડશે. પાણી ઘરમાં ઘૂસે તેવી સ્થિતિ પરિણમશે. ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહી શકે છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ધ્યાન રાખવા અપીલ છે.   

6/6
image

આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, હાલમાં વાતાવરણમાં 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.