ગુજરાતમાં અસલી ચોમાસું તો હવે જામશે! આ જિલ્લાઓમાં આવશે પૂર, અંબાલાલની ધબકારા વધારતી આગાહી

Ambalal Patel Rain Forecast: રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ આવવાની અંબાલાલ પટેલની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. કારણ કે, 9-10 જુલાઈએ વધુ એક સિસ્ટમ આવી રહી છે. આ કારણે ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં વધઘટ થશે. આ કારણે 9 થી 12 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

1/6
image

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ચોમાસાની ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ ભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી છે.  

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

2/6
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં 22 થી 30 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો 9 થી 15 જૂલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

રાજ્યમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી

3/6
image

હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી છે. પૂર્વ ગુજરાતના પંચમહાલ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. પાટણ, બનાસકાંઠા ભાગોમાં વરસાદ આવી શકે છે. 

આગામી સાત દિવસ વરસાદની શક્યતા

4/6
image

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે. આગામી સાત દિવસ વરસાદની પણ આગાહી છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/6
image

ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 2 થી 10 ઈંચ સુધી વરસાદ આવી શકે છે. તો સુરત-નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 22 થી 30 જુલાઈએ જે સિસ્ટમ પસાર થશે, તે પણ ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે. 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. તાપી નદીના જળસ્તરમાં આ પાણી વધારો કરી શકે છે. 

NDRF અને SDRFની 33 ટીમો તૈનાત

6/6
image

રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને ગુરુવાર સુધી દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અસરગ્રસ્ત જિલ્લાઓમાં 13 NDRF અને 20 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની બે અને 13 SDRFની ટીમો રિઝર્વમાં છે.