ઓગસ્ટમાં મેઘરાજા છોતરાં કાઢી નાંખશે! ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળશે રૌદ્ર સ્વરૂપ, વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. આ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો 27, 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે. આ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. તેમજ 27 બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.
આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 72 કલાકમાં મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દ. ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતના અલગ-અલગ ભાગોમાં થોડા દિવસોથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. થોડા દિવસ પહેલા રાજ્યમાં ચોમાસાની સક્રિયતા જોવા મળી હતી. જો કે, હવે કોઈ સક્રિયતા નથી. તેથી, વરસાદનો સમયગાળો ઓછો થઈ ગયો છે. થોડા દિવસોના વરસાદથી સર્વત્ર પાણીની સમસ્યા જોવા મળી હતી. કેટલીક જગ્યાએ અતિશય પાણી ભરાઈ ગયું હતું. હવામાન વિભાગે હજુ પણ વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે. આ સાથે ચોમાસાની પ્રવૃત્તિ ઓછી છે, પરંતુ તે ગમે ત્યારે બદલાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. તો 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 27 તારીખથી મેઘરાજા ધબધબાટી બોલાવશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 27, 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
26 જુલાઈએ ભરૂચ, નવસારી, સુરત, તાપી, નર્મદા, અમરેલી, છોટા ઉદેપુર, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 27મી જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે તો સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, અમરેલી, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહિસાગર, ભરૂચ,સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું એલર્ટ છે.
28મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29મી જુલાઈએ મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, નવસારી, બનાસકાંઠા અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 30 અને 31 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે.
Trending Photos