313030000000 કરોડની દોલત, ઈચ્છે તો બનાવી શકે છે આલીશાન મહેલ છતાં પણ આ 'ગુલિસ્તાન'માં રહે છે આનંદ મહિન્દ્રા; જાણો કેમ

Why Anand Mahindra Live is Old House: અપાર સંપત્તિના માલિક આનંદ મહિન્દ્રા કોઈ આલીશાન બંગલા કે બહુમાળી ઈમારતમાં નથી રહેતા પરંતુ તેઓ વર્ષો જૂના મકાનમાં રહે છે.

Anand Mahindra Lifestyle

1/6
image

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra)ના વાહનો જેટલા લોકપ્રિય છે, તેના માલિક આનંદ મહિન્દ્રા પણ એટલા જ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાની પોસ્ટની લોકો રાહ જુએ છે. આનંદ મહિન્દ્રા પોતાના ટ્વીટ અને સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલા રહે છે. કરોડોની સંપત્તિ ધરાવતા આનંદ મહિન્દ્રા જેટલા એક્ટિવ રહે છે તેટલું જ સાદું જીવન જીવે છે. આનંદ મહિન્દ્રા પાસે એટલા પૈસા છે કે તે ઈચ્છે તો આરામથી બંગલો કે મહેલ બનાવી શકે છે, પરંતુ ડાઉન ટુ અર્થ આનંદ મહિન્દ્રા ઘણા વર્ષો જૂના ઘરમાં રહે છે.

ક્યાં રહે છે આનંદ મહિન્દ્રા?

2/6
image

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા પાસે 3,13,03,00,70,859 રૂપિયાની અપાર સંપત્તિ છે. અપાર સંપત્તિના માલિક આનંદ મહિન્દ્રા કોઈ આલીશાન બંગલા કે બહુમાળી ઈમારતમાં નથી રહેતા પરંતુ તેઓ વર્ષો જૂના ઘરમાં રહે છે. આ ઘર તેમના દિલની ખૂબ જ નજીક છે. જ્યાં તે પહેલા ભાડુઆત હતા, એ જ બંગલો ખરીદ્યો અને હવે વર્ષોથી પરિવાર  સાથે તે જ બંગલામાં રહે છે. હવે સવાલ એ છે કે આખરે આ બંગલામાં એવું શું હતું કે, મહિન્દ્રાએ મોં માંગી કિંમત ચૂકવીને જૂનું ઘર ખરીદ્યું. મુંબઈના નેપિયન સી રોડ પર બનેલું આ ત્રણ માળના ઘરમાં મહિન્દ્રા વર્ષોથી રહે છે.

એક સમયે હતો ભાડૂત, હવે છે મકાન માલિક

3/6
image

વાસ્તવમાં નેપિયર સી રોડ પર બનેલું આ ત્રણ માળનું ઘર એ જ ઘર છે, જ્યાં આનંદ મહિન્દ્રાએ તેમનું બાળપણ વિતાવ્યું હતું. આનંદ મહિન્દ્રાના દાદા કેસી મહિન્દ્રા મુંબઈ આવ્યા બાદ સૌથી પહેલા આ ઘરમાં શિફ્ટ થયા હતા. આ ઘરનો માલિક અહીં તેની કાર પાર્ક કરતો હતો, બાદમાં તેણે તેને ભાડે આપી દીધું હતું. કેસી મહિન્દ્રા પરિવાર સાથે અહીં ભાડૂત તરીકે રહેતા હતા. જ્યારે તે ઘરમાં શિફ્ટ થયા ત્યારે આનંદ મહિન્દ્રાનો જન્મ પણ નહોતો થયો, પરંતુ તેણે તેનું બાળપણ આ જ ઘરમાં વિતાવ્યું. વર્ષોથી પરિવાર સાથે એક જ ઘરમાં રહ્યા હતા.

270 કરોડમાં ખરીદ્યું આ ઘર

4/6
image

બાદમાં મહિન્દ્રાનો પરિવાર અહીંથી શિફ્ટ થયો હતો. ઘર પણ અન્ય કોઈએ ખરીદ્યું લીધું હતું. પરંતુ અચાનક એક દિવસ મહિન્દ્રાને ખબર પડી કે તે મકાનના નવા માલિકે ઘરને રિનોવેશનના નામે તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે, તો તે ચિંતિત થઈ ગયા. આ સમાચાર આનંદ મહિન્દ્રા સુધી પહોંચતા જ તેઓ બેચેન થઈ ગયા. તેમણે થોડો પણ સમય બગાડ્યા વિના 270 કરોડ રૂપિયા ચૂકવીને તે જૂનું ઘર ખરીદ્યું લીધું. 13000 એકરમાં બનેલા આ ઘરનું નામ તેમણે 'ગુલિસ્તાન' રાખ્યું છે.

મહિન્દ્રાનું ગુલિસ્તાન

5/6
image

આનંદ મહિન્દ્રાના આ ઘરનું નામ ગુલિસ્તાન છે, જેનો અર્થ થાય છે ફૂલોનો ગુલદસ્તો. ત્યારથી આનંદ મહિન્દ્રા આ ઘરમાં રહે છે. વૈભવી લાઈફ જીવવાને બદલે તેણે જૂની યાદોને પસંદ કરી. આ ત્રણ માળની ઈમારતનું રેનોવેટ કરી હવે પોતાના પરિવાર સાથે તેઓ અહીં રહે છે.  તમને જણાવી દઈએ કે, આનંદ મહિન્દ્રાની બન્ને દીકરીઓ વિદેશમાં રહે છે.

કોણ છે આનંદ મહિન્દ્રાની પત્ની?

6/6
image

આનંદ મહિન્દ્રાની પત્ની પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. અનુરાધા મુંબઈની સોફિયા કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક છે. વર્વે અને ધ ઈન્ડિયન ક્વાર્ટરલીના એડિટર-ઈન-ચીફ છે. તેમની બન્ને દીકરીઓ આલિકા અને દિવ્યા ફિલ્મ અને ડિઝાઈનના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી રહી છે. સાથે-સાથે માંની સાથે બિઝનેસમાં પણ મદદ કરે છે. આનંદ મહિન્દ્રાની બન્ને દીકરીઓ વિદેશમાં રહે છે. તેઓએ વિદેશી છોકરાઓ સાથે જ લગ્ન કર્યા છે. બન્ને દીકરીઓને મહિન્દ્રાના બિઝનેસમાં કોઈ રસ નથી. તે તેની માતાની સાથે મેગેઝિનના પ્રોડક્શનમાં મદદ કરે છે. આનંદ મહિન્દ્રાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ તેમની દીકરીઓને તેમની મર્જીનું કામ કરવાથી રોકતા નથી.