આ તારીખે જન્મેલા લોકો માટે ઓગસ્ટનો મહિનો વરદાન! નોકરી-વેપારમાં થશે ધનનો વરસાદ

Ank Jyotish: અંક જ્યોતિષ અનુસાર જન્મતિથિના આધાર પર ભવિષ્યની જાણકારી મેળવી શકાય છે. તે અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આગામી મહિનો કેવો પસાર થશે. ઓગસ્ટ મહિનો કરિયર, વ્યાપાર, પ્રેમ જીવન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી તક લાવી શકે છે. આવો જાણીએ ઓગસ્ટ મહિનો કયા મૂળાંકના જાતકો માટે વરદાન સાબિત થશે.

મૂળાંક 1

1/6
image

જે લોકોનો મૂળાંક 1 છે, એટલે કે જેનો જન્મ કોઈ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે તેના માટે ઓગસ્ટ મહિનો શુભ રહેશે. આ દરમિયાન આત્મવિશ્વાસ વધશે અને નોકરીમાં કરેલી મહેનતનું ફળ મળશે.

2/6
image

પ્રમોનનો યોગ પણ બની શકે છે. કામને લીધી નાની પરંતુ લાભદાયક યાત્રાઓ કરવી પડી શકે છે. કારોબારમાં પ્રગતિ થવાની સંભાવના રહેશે અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

મૂળાંક 3

3/6
image

મૂળાંક 3 વાળા લોકો, જેનો જન્મ કોઈ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે, તેના માટે ઓગસ્ટ મહિનો સારો સંકેત આપી રહ્યો છે. આ દરમિયાન કરિયરની શરૂઆત કરવાની તક મળી શકે છે અને રોકાણ માટે અનુકૂળ સમય રહેશે.

4/6
image

નોકરીમાં તમારી પ્રશંસા થશે અને બેરોજગાર લોકોને સારી તક મળી શકે છે. વેપારમાં અચાનક મોટી ડીલ થઈ શકે છે અને આવકના નવા રસ્તા ખુલવાની સંભાવના રહેશે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળશે.

મૂળાંક 6

5/6
image

તો મૂળાંક 6ના લોકો, જેનો જન્મ 6, 15 કે 24 તારીખે થયો છે તેના માટે આ મહિનો લાભદાયી રહેશે. સારી નોકરીની ઓફર મળી શકે છે અને પગારની સાથે સુવિધાઓમાં વધારો થઈ શકે છે.

6/6
image

વેપારમાં લાભ થશે અને કામમાં મન લાગશે. પારિવારિક અને સામાજિક જીવન પણ સંતોષજનક રહેશે. બીજા સ્ત્રોતથી આવક થશે. રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે. સમાજમાં માન-સન્માન મળશે.

ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.