Beetroot Mask: બીટની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી 10 મિનિટ માટે લગાડો ચહેરા પર, ફેસ પર ઈન્સ્ટંટ ગ્લો દેખાશે

Beetroot Besan Mask: બીટ સ્કિન માટે વરદાન છે. એન્ટી ઓક્સીડન્ટ, વિટામિન અને મિનરલ્સથી ભરપુર બીટ ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. બીટનો ઉપયોગ આ રીતે નિયમિત કરશો તો ચહેરા પર કુદરતી નિખાર વધશે. 
 

ત્વચા ચમકદાર બને

1/5
image

બીટમાં એવા તત્વ હોય છે જે પિગમેંટેશ ઓછું કરે છે અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેનાથી ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચી શકાય છે. તે વધતી ઉંમરના લક્ષણોને સ્લો કરે છે.   

બીટનું ફેસ પેક

2/5
image

બીટનું ફેસ પેક બનાવવા માટે એક મોટો ચમચો બીટની પેસ્ટ લેવી તેમાં 1 ચમચી ચણાનો લોટ અને થોડું ગુલાબજળ મિક્સ કરો. આ સામગ્રીને સારી રીતે મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડો અને 20 મિનિટ પછી સાફ કરો.  

ફેસપેક

3/5
image

આ ફેસપેકને સપ્તાહમાં એક કે બે વાર લગાડી શકાય છે. આ ફેસપેક એકદમ નેચરલ વસ્તુથી બને છે તેથી તેનો ઉપયોગ કરવાથી કોઈ નુકસાન થતું નથી.   

બીટનું ફેસપેક

4/5
image

બીટનું ફેસપેક ચણાના લોટ સિવાય દહીં અને એલોવેરા સાથે પણ બનાવી શકાય છે. તેને સપ્તાહમાં 2 થી 3 વખત અપ્લાય કરશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે.  

5/5
image