Beauty Tips: લિપસ્ટિક કરતાં પહેલા હોઠ પર લગાડી દો આ વસ્તુ, સવારથી સાંજ સુધી હોઠ પર દેખાશે લિપસ્ટિક
How to Make Lipstick Last Longer: લિપસ્ટિક વિના મેકઅપ અધુરો લાગે છે. ડ્રેસ સાથે મેચિંગ લિપસ્ટિક કરવાથી લુક કંપ્લીટ થાય છે. પરંતુ યુવતીઓની સમસ્યા એ હોય છે કે લિપસ્ટિક લાંબા સમય સુધી ટકતી નથી. કંઈપણ ખાધા-પીધા પછી લિપસ્ટિક હટી જાય છે અને વારંવાર કરવી પડે છે. આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી લિપસ્ટિક કલાકો સુધી હોઠ પર ટકી રહેશે.
હોઠને સાફ કરો
લિપસ્ટિક લગાડતા પહેલા હોઠ સારી રીતે સાફ કરવા. હોઠ પર ડેડ સ્કિન હોય તો સ્ક્રબ કરી તેને દુર કરો અને હોઠ એકદમ કોરા હોય ત્યારે લિપસ્ટિક અપ્લાય કરશો તો લિપસ્ટિક લાંબા સમય સુધી હોઠ પર દેખાશે.
લેયરિંગ કરો
લિપસ્ટિકને એકવારમાં વધારે વાર લગાડી જાડું લેયર ન કરો. આ રીતે લિપસ્ટિક ગંદી દેખાય છે. લિપસ્ટિક હંમેશા લેયરમાં કરો. એક પછી એક લાઈટ લેયરમાં કરેલી લિપસ્ટિક લાંબા સમય સુધી ટકે છે.
યોગ્ય લિપસ્ટિક પસંદ કરો
લાંબા સમય સુધી લિપસ્ટિક ટકાવી રાખવી હોય તો મેટ અથવા લિક્વિડ લિપસ્ટિક યુઝ કરો. લિક્વિડ લિપસ્ટિકમાં ડાર્ક શેડ યુઝ કરશો તો તે હોઠ પર વધારે સમય સુધી રહેશે.
પાવડર
લિપસ્ટિક લગાડ્યા પછી હોઠ પર ટિસ્યૂ પેપર રાખી અને બ્રશની મદદથી પાવડર અપ્લાય કરો. પાવડર હોઠ પર લાગી જાય એ રીતે અપ્લાય કરો. આ રીતે લિપ કલર સેટ થઈ જાય છે.
પ્રાઈમર
લિપસ્ટિકને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પ્રાઈમર ઉપયોગી સાબિત થાય છે. હોઠ પર પહેલા પ્રાઈમર અપ્લાય કરી લિપસ્ટિક લગાડો. આ રીતે લિપસ્ટિક લગાડશો તો જમ્યા પછી પણ હોઠ પરથી લિપસ્ટિક સાફ નહીં થાય.
Trending Photos