Asia Cup 2025 : સૂર્યકુમાર યાદવ કે શુભમન ગિલ, કોણ હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ? સામે આવી મોટી અપડેટ
Asia Cup 2025 : એશિયા કપ 2025 માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. જે પછી મોટો પ્રશ્ન એ છે કે આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કયો ખેલાડી હશે, શુભમન ગિલ કે સૂર્યકુમાર યાદવ ?
Asia Cup 2025 : એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જો કે, BCCI એ હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર, BCCI 19 કે 20 ઓગસ્ટના રોજ એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે.
હવે મોટો પ્રશ્ન એ છે કે આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે, શુભમન ગિલ કે સૂર્યકુમાર યાદવ ? જોકે T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે અને તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અત્યાર સુધી ખૂબ સારો રહ્યો છે, પરંતુ હાલમાં સૂર્યા સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી.
તો શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને આ સિરીઝમાં ગિલે માત્ર કેપ્ટનશીપમાં જ નહીં પરંતુ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ સિરીઝમાં ગિલે સૌથી વધુ 754 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-2થી ડ્રો કરી. આવી સ્થિતિમાં, હવે શુભમન ગિલની કેપ્ટનશીપ એશિયા કપ 2025માં પણ જોવા મળી શકે છે.
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી UAEની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ 2025માં ભારત 10 સપ્ટેમ્બરના રોજ UAE સામે પોતાની પહેલી મેચ રમશે. એશિયા કપ 2025 ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે.
Trending Photos