August 2025: ઓગસ્ટ મહિનામાં આ 3 ગ્રહ કરશે ગોચર, 4 રાશિના લોકોને નોકરી-વેપારમાં થશે જબરદસ્ત લાભ
August 2025 Grah Gochar: ઓગસ્ટ મહિનો શરુ થઈ ગયો છે અને આ મહિનામાં સૂર્ય, બુધ અને શુક્રની સ્થિતિમાં ફેરફાર થશે. 11 ઓગસ્ટે બુધ માર્ગી થશે, 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 21 ઓગસ્ચે શુક્ર કર્ક રાશિમાં આવશે. ત્યારબાદ 29 ઓગસ્ટે બુધ અસ્ત થશે. અસ્ત અવસ્થામાં બુધ ગ્રહ 30 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરશે. ઓગસ્ટ મહિનામાં ગ્રહોની ચાલમાં જે ફેરફાર થશે તે 4 રાશિઓ માટે લાભકારી સિદ્ધ થશે.
મેષ રાશિ માટે લકી છે ઓગસ્ટ 2025
ગ્રહ ગોચરના કારણે મેષ રાશિના લોકોને ઓગસ્ટ મહિનામાં લાભ થઈ શકે છે. આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. અટકેલા કાર્યો પુર્ણ થશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળ થશો. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. રોકાણથી લાભ થશે.
ઓગસ્ટ 2025 કર્ક રાશિના લોકો થશે માલામાલ
કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો શાનદાર રહેવાનો છે. મહેનત રંગ લાવશે. આર્થિક સ્થિતિ સુધરશે. બિઝનેસમાં મોટો પ્રોજેક્ટ મળી શકે છે. નવી નોકરી મળે તેવી પ્રબળ સંભાવના. વિદેશ જવાના પણ યોગ છે.
મકર રાશિ માટે ઓગસ્ટ 2025 ભાગ્યશાળી
ઓગસ્ટમાં ગ્રહોની ચાલ આ રાશિના પક્ષમાં રહેશે. જેના કારણે દરેક કામમાં સફળતા મળશે. જે પણ કામ લાંબા સમયથી અટકેલા હતા તે પુરા થવા લાગશે. નવી નોકરી મળવાના પ્રબળ આસાર છે. બિઝનેસમાં લાભ થશે. પરિવારનો સહયોગ મળશે.
કુંભ રાશિના લોકોને મળશે નવી નોકરી
જે લોકો લાંબા સમયથી સારી નોકરીની તલાશમાં હતા તેમને ઓગસ્ટ 2025 માં સારો ચાન્સ મળી શકે છે. આ મહિને નોકરી સંબંધિત કામોમાં સફળતા મળશે. ઈચ્છિત નોકરી મળવાના પ્રબળ યોગ છે. સમય શુભ રહેવાનો છે.
Trending Photos