ઓસ્ટ્રેલિયાનો આ ધાકડ ખેલાડી કરી રહ્યો છે દક્ષિણ ભારતીય ફિલ્મમાં ડેબ્યુ, 2 મિનિટ 30 સેકન્ડના કેમિયો માટે વસૂલ્યા 2.5 કરોડ!
ભારતના ઘણા ખેલાડીઓને તમે બોલીવુડની ફિલ્મોમાં જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા ઓસ્ટ્રેલિયન ખેલાડી વિશે જણાવીશું જે જલદી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પહેલી ડેબ્યુ આપશે. ફેન્સ પણ આ ફિલ્મ વિશે ખુબ એક્સાઈટેડ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં જો કે તેમનો નાનકડો રોલ છે પરંતુ આમ છતાં તગડી ફી વસૂલી છે. ખાસ જાણો કોણ છે આ ખેલાડી.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી
આજે ખેલ જગતના અનેક સિતારાઓ જાહેરાતો અને ફિલ્મોની દુનિયામાં પોતાનું ભાગ્ય અજમાવે છે. અનેક ફિલ્મોમાં તમને ભારતીય ખેલાડીઓ તો જોવા મળી જશે પરંતુ આજે એક ઓસ્ટ્રેલિયન ખેલાડીની વાત કરીશું. જે જલદી ભારતીય સિનેમામાં જોવા મળશે. જો કે નાનકડો રોલ છે પરંતુ આમ છતા ફેન્સ આ ખેલાડીને પડદા પર જોવા માટે આતુર છે.
કોણ છે આ ક્રિકેટર
અમે અહીં ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરની વાત કરી રહ્યા છીએ જે હવે ફિલ્મોમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે. ક્રિકેટમાં ધમાલ મચાવ્યા બાદ તેઓ હવે તેલુગુ ફિલ્મ રોબિનહૂડમાં જોવા મળશે. જો કે આ ફિલ્મમાં તેઓ એક કેમિયોમાં જોવા મળશે. ફિલ્મમાં સાઉથ એક્ટર નીતિન લીડ રોલમાં છે અને આ ફિલ્મ આજે એટલે કે 28 માર્ચના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કામ કરતા પહેલા વોર્નર સોશિયલ મીડિયામાં પુષ્પા સંલગ્ન રીલ બનાવીને ફેન્સનું દિલ જીતી ચૂક્યા છે. હવે ફેન્સ તેમને મોટા પડદા પર જોવા માટે આતુર છે.
કેમિયો માટે ભારે ભરખમ ફી
આ ફિલ્મ અંગે લોકોમાં જબરદસ્ત ઉત્સારહ છે અને વોર્નરની એન્ટ્રીએ તેને ખાસ બનાવી દીધી છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં ડેવિડ વોર્નરનો કેમિયો ફક્ત 2 મિનિટ અને 50 સેકન્ડનો છે. જેના માટે તગડી ફી લીધી છે. રિપોર્ટ્સ મુજબ આ કેમિયો માટે વોર્નરે લગભગ 25 કરોડ રૂપિયાની ફી વસૂલી છે. આ શૂટ પૂરું કરવામાં ફક્ત 2 દિવસ લાગ્યા એટલે કે વોર્નરે એક દિવસના 1.25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા. સોશિયલ મીડિયા ઉપર લોકો આ ફી અંગે અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.
લોકોના રિએક્શન
આ અહેવાલ સામે આવ્યા બાદ જ્યાં કેટલાક લોકો તેને પ્રમોશનની સારી રીત માની રહ્યા છે ત્યાં કેટલાક તેને પૈસાની બરબાદી પણ ગણાવી રહ્યા છે. અનેક લોકો વોર્નરના કેમિયોને લઈને ઉત્સુક પણ છે. રોબિનહૂડ ફિલ્મનું દિગ્દર્શન વેંકી કુદુમુલાએ કર્યું છે અને તેને મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. હાલમાં જ આ ફિલ્મનું એક પોસ્ટ રિલીઝ કરાયું હતું જેમાં ડેવિડ વોર્નરની એક ઝલક જોવા મળી હતી. પ્રોડક્શન હાઉસે તેમનું આ પોસ્ટર શેર કરતા લખ્યું કે ક્રિકેટના મેદાન પર છાપ છોડ્યા બાદ હવે વોર્નર સિલ્વર સ્ક્રિન પર ચમકવા માટે તૈયાર છે.
આજે રિલીઝ
આ પોસ્ટર બાદ વોર્નરના ફેન્સ ખુબ એક્સાઈટેડ છે અને ફિલ્મની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે વોર્નર ક્રિકેટની સાથે સાથે ભારતમાં ખુબ લોકપ્રિય છે અને સાઉથની ફિલ્મો પ્રત્યે તેમનો લગાવ જગજાહેર છે. પુષ્પાના ગીતો અને ડાયલોગ્સ પર તેમના રીલ્સ સોશિયલ મીડિયામાં ખુબ લોકપ્રિય થયા હતા. હવે તેલુગુ ફિલ્મમાં તેમની એન્ટ્રીથી ફેન્સ વચ્ચે ખુબ ઉત્સાહ છે. રોબિનહૂડમાં તેમનો આ નાનકડો રોલ ફિલ્મની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. હવે જોવાનુ એ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે.
Trending Photos