Baba Vanga Predictions 2025: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી સાચી પડી, જાણો હવે કેમ ચિંતાતૂર છે ભારત? ગુજરાત માટે શું છે ડરનું કારણ

Baba Vanga Predictions 2025: બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવાતા બાબા વેંગાની ભૂતકાળમાં કરાયેલી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. દર વર્ષની શરૂઆતમાં બાબા વેંગા અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સામે આવે છે જેમાં જણાવવામાં આવે છે કે આ વર્ષ માટે શું ભવિષ્યવાણી કરાઈ છે. 1996માં મૃત્યુ પહેલા બાબા વેંગાએ અમેરિકામાં થયેલા 9/11 હુમલો, રાજકુમારી ડાયનાના મોત સહિત અનેક ભવિષ્યવાણી કરી હતી જે બાદમાં સાચી ઠરી. એ જ રીતે આ વર્ષે પણ તેમણે કરેલી એક ભવિષ્યવાણી સાચી પડી છે. 

આ ભવિષ્યવાણી સાચી પડી

1/6
image

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2025માં એક વિનાશકારી ભૂકંપ આવશે અને હાલમાં જ મ્યાંમાર અને થાઈલેન્ડમાં ભારે વિનાશકારી ભૂકંપ આવ્યો. જેમાં અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 7.7ની તીવ્રતાવાળા આ ભૂકંપથી મ્યાંમારની અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ. બાબા વેંગાની આ ભૂકંપવાળી ભવિષ્યવાણી સાચી પડ્યા બાદ હવે  લોકોની તેમની આગામી ભવિષ્યવાણીઓ પર નજર છે. 

2/6
image

આ વર્ષ અંગેની ભવિષ્યવાણીઓ જોઈએ તો બાબા વેંગાએ કહ્યું છે કે આ વર્ષથી માનવતાનું પતન શરૂ થશે. યુરોપમાં યુદ્ધ અને અન્ય વૈશ્વિક આર્થિક આફતો આવી શકે છે. આ ઉપરાંત બાબા વેંગાએ કહ્યું છે કે દુનિયાનો અધિકૃત રીતે 5079માં અંત આવી જશે. બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ નાસ્ત્રાદસમ સાથે  ભળતી છે. નાસ્ત્રેદમસે પણ આ વર્ષે યુરોપમાં યુદ્ધની  ભવિષ્યવાણી કરેલી છે. બાબા વેંગા વેંગેલિયા પાંડેવા ગુશટેરોવા નામથી પણ ઓળખાતા હતા. તેઓ એક નેત્રહીન બલ્ગેરિયન મનોવૈજ્ઞાનિક મહિલા હતા જે પોતાના કથિત પૂર્વજ્ઞાન શક્તિઓ માટે ખુબ જાણીતા હતા. 

3/6
image

બાબા વેંગાએ વર્ષ 2025 વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. જે મુજબ વર્ષ 2025માં યુરોપમાં એક ભયાનક સંઘર્ષ શરૂ થશે, જેનાથી ચારેબાજુ ભારે તબાહી મચશે. આ મહાદ્વીપની વસ્તીનો એક મોટો ભાગ તેનાથી ભયંકર રીતે પ્રભાવિત થશે. અત્રે જણાવવાનું કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. 

4/6
image

બાબા વેંગા મુજબ વર્ષ 2025માં વિનાશકારી કુદરતી ઘટનાઓ ઘટી શકે છે. ભારે પૂર પણ તબાહી લઈને આવી શકે છે. આ ઉપરાંત ભૂકંપની પણ ભવિષ્યવાણી કરાઈ હતી જે હાલમાં જ મ્યાંમારમાં આવી ગયો. બાબા વેંગાએ  દાવો કર્યો કે 2025માં કેન્સરની સારવારમાં પ્રગતિની આશા છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ રશિયાએ પણ કેન્સરની દવા શોધવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી પડતી જોવા મળી રહી છે. ભવિષ્ય માટે તેમણે કહ્યું કે 2028માં મનુષ્ય ઉર્જા સ્ત્રોત રૂપે શુક્ર ગ્રહનું અન્વેષણ કરવાનું શરૂ કરી દેશે. 

5/6
image

આ ઉપરાંત બાબા વેંગાએ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો આવવા અંગે પણ ભવિષ્યવાણી કરેલી છે. તે સમયે બરફ પીગળવાથી દુનિયાભરના સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે. અત્રે જણાવવાનું કે ગુજરાતને આશરે 1600 કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2170માં ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાએ ભારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડશે.   

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.