Photos: ગુજરાતના આ શાનદાર મહેલમાં થયું હતું અમિતાભ બચ્ચનની 'સૂર્યવંશમ' ફિલ્મનું શૂટિંગ, જોઈને દંગ રહી જશો
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની આમ તો મોટાભાગની બધી જ ફિલ્મો ફેન્સના દિલો દિમાગ પર છવાયલી છે પરંતુ એક ફિલ્મ એવી છે જેની ચર્ચા સૌથી વધુ થાય છે. આ ફિલ્મ છે સૂર્યવંશમ, ટીવી પર આ ફિલ્મ તમને અવારનવાર જોવા મળી જાય. આ ફિલ્મમાં જે મહેલ દેખાડવામાં આવ્યો છે તે ક્યાંનો છે તમને ખબર છે? આપણા ગુજરાતના બનાસકાંઠામાં આવેલો છે આ મહેલ. ખાસ જાણો તેના વિશે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલો બાલારામ પેલેસનું અનેરું ઐતિહાસિક મહત્વ છે. વર્ષો પહેલા નવાબ શાસન દરમિયાન નવાબ સાહેબે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કરવા માટે પાલનપુરથી 14 કિમી દૂર જંગલમાં આ વિશાળ મહેલ બનાવડાવ્યો હતો. આ મહેલ આજે બાલારામ પેલેસ તરીકે ઓળખાય છે. આ પેલેસ હવે તો એક ફરવાનું સ્થળ બની ગયું છે. આ મહેલમાં અત્યાર સુધીમાં અનેક ફિલ્મો અને સીરિયલોનું શુટિંગ થયેલું છે. મહેલ જોવા માટે લોકો દૂરદૂરથી આવે છે.
બાલારામ પેલેસમાં અમિતાભ બચ્ચનની ખ્યાતનામ ફિલ્મ સૂર્યવંશમનું શુટિંગ થયું છે. જે હવેલી દેખાડવામાં આવી છે તે આ પેલેસ છે. આ પેલેસની બાજુમાં મહાદેવનું મંદિર પણ છે.
એવું કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે પાલનપુર પર નવાબોનું શાસન હતું ત્યારે મોહમ્મદ ખાન નવાબ હતા. તેમના રાણી પરદેશી હતા. તેમને શોરબકોર બહુ ગમતો નહતો આથી શાંત વાતાવરણમાં રહેવાનું તેમને ગમતું હતું.
નવાબ સાહેબે 1922થી 1936 દરમિાયન 13 હેક્ટર જમીનમાં આ બાલારામ પેલેસ બનાવડાવ્યો હતો. જ્યાં બાજુમાં શિવજીનું મંદિર હતું. શિકાર કરવા ગયા હતા અને આ જગ્યા પસંદ પડી હતી.
મંદિરના શિવલિંગ પર હંમેશા પાણીનો અભિષેક થતો રહે છે. રાણીના ન્હાવા માટે મહેલની નીચે એ સ્વિમિંગ પુલ પણ હતો. પુલ એવી રીતે બનાવડાવ્યો હતો કે કોઈ રાણીને ન્હાતા ન જોઈ જાય.
બાલારામ પેલેસ 100 વર્ષ જૂનો છે. જાણીતા ઉદ્યોગપતિ હર્ષદભાઈ મહેતાએ તેને ખરીદેલો છે. તેમણે ખુબ ખર્ચો કરીને મહેલનું સમારકામ કરાવેલું છે. મહેલને સર્વશ્રેષ્ઠ હેરિટેજ હોટલના ચાર પુરસ્કાર પણ મળેલા છે.
આ મહેલમાં સૂર્યવંશમ ઉપરાંત દિલ હૈ તુમ્હારા, અ ન્યૂ લવ સ્ટોરી, કંગન સીરિયલ, સાથિયા, આમિર, ભોજપુરી ફિલ્મનું પણ શુટિંગ થયેલું છે.
બાલારામ પેલેસમાં જ્યારે સૂર્યવંશમ ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યારે બિગ બીએ તો તેને ઘર જ બનાવી લીધો હતો. પેલેસમાં એક મહિનો શુટિંગ ચાલ્યું હતું. આ મહેલમાં કુલ 34 રૂમ છે. લોકો તેને દૂર દૂરથી જોવા આવે છે.
Trending Photos