પોલીસનો દાવ ઉંધો પડ્યો! આપનો ગોપાલ ઈટાલિયા તો છવાઈ ગયો, હવે સાથીઓએ જાહેર કર્યો ટેકો
Gujarat News: આમ આદમી પાર્ટી નેતા, વકીલ અને વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પોલીસ દ્વારા કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જ્યારબાદ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. હવે આ મામલે બાર એસોસિએશન દ્વારા ગોપાલ ઈટાલિયાના સપોર્ટમાં આવ્યા છે.
આ મામલે હવે એક પછી એક વિવિધ બાર એસોસિએશન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સપોર્ટમાં આવ્યા છે. ત્યારે બાર એસોસિએશન દ્વારા પોલીસની કામગીરીની સખત શબ્દોમાં વખોડવામાં આવી છે.
આ મામલે વાત કરે તો આ ઘટના ત્યારે બની હતી જ્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ મામલે વાત કરે તો આ ઘટના ત્યારે બની હતી જ્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ચૈતર વસાવાના વકીલ તરીકે કોર્ટની અંદર જવા માંગતા હતા. પરંતુ પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી છે.
નોંધનીય છે કે, આ સમય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કોર્ટના દરવાજા બંધ છે અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને સમર્થકો પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે.
ગોપાલ ઈટાલિયાએ પોલીસને કહ્યું, વકીલને કોર્ટમાં આવતા કેમ રોકો છો, તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પોલીસ વચ્ચ શાબ્દીક બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા અને પોલીસ વચ્ચે શાબ્દીક બોલાચાલી થઈ હતી.
ત્યારે હવે આ સમગ્ર મામલે વિવિધ જિલ્લાના બાર એસોસિએશન દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. સાથે જ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરીને માંગ કરવામાં આવી રહી છે કે, આ ઘટનામાં સામેલ તમામ પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ મામલે વિજાપુર બાર એસોસિએશન, ડીસા બાર એસોસિએશન, ગાંધીનગર બાર એસોસિએશન, ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, વાંકાનેર બાર એસોસિએશન, નવસારી બાર એસોસિએશન, ભરૂચ જિલ્લા બાર એસોસિએશન, સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, વિંછીયા બાર એસોસિએશન, દહેગામ બાર એસોસિએશન સહિતના બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.
હવે બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી હતી અને ઠરાવ કરીને ગોપાલ ઈટાલિયાને પોલીસ દ્વારા કોર્ટમાં જવા માટે રોકવામાં આવ્યા તે ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ચૈતર વસાવાની ધરપકડ બાદ ગોપાલ ઇટાલિયાને વકીલ તરીકે કોર્ટમાં જતા રોકવામાં આવ્યા અને ખરાબ વર્તન કરાયું. એસોસિએશનનાં તમામ વકીલોએ માગ કરી છે કે જેના ઇશારે આ બધું થયું, તેની સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે. કાયદા મુજબ વકીલોને ગમે તયારે તેના અસીલોને મળવા દેવા જોઈએ પરંતુ, અહીં તો મનમાની કરવામાં આવી છે. પોલીસે એક વકીલને કોર્ટમાં જતા રોક્યા, જે ઘટનાને તમામ વકીલો સાથે મળીને વખોડી કાઢી છે. આ અંગે સખ્ત કદમ લેવા માગ કરાઈ છે.
Trending Photos