100 રૂપિયાના બની ગયા 23 કરોડ! શેર બજાર કે સોનું નહીં.. અહીં મળ્યું 23,00,00,000% રિટર્ન
જો તમે 15 વર્ષ પહેલાં આ વસ્તુમાં માત્ર ₹100નું રોકાણ કર્યું હોત, તો આજે તમારી પાસે ₹23 કરોડ હોત. આ કોઈ સ્વપ્ન નથી, પરંતુ ક્રિપ્ટો દુનિયાની સૌથી મોટી વાસ્તવિકતા છે, જેણે સોનું, સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ જેવા તમામ રોકાણ સાધનોને પાછળ છોડી દીધા છે.
ભારતમાં સોનું અને એફડી સુરક્ષિત માનવામાં આવે છે
ભારતમાં સોનું, એફડી અને પોસ્ટ ઓફિસ યોજનાઓ જેવા પરંપરાગત રોકાણ વિકલ્પો હંમેશા સલામત માનવામાં આવે છે. ખાસ કરીને નાના રોકાણકારો માટે સોનું એક વિશ્વસનીય સંપત્તિ રહ્યું છે.
આ રોકાણે બીજા બધા સંસાધનો પાછળ છોડી દીધા છે
પાછલા વર્ષોમાં, સારા વળતરને કારણે મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર લોકપ્રિયતા મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું રોકાણ છે જે માત્ર વિવાદાસ્પદ જ નથી રહ્યું પણ આજ સુધી તેને સંપૂર્ણપણે કાયદેસર પણ માનવામાં આવતું નથી અને છતાં તે વળતરની દ્રષ્ટિએ અન્ય તમામ રોકાણ સાધનોને પાછળ છોડી ગયું છે?
બિટકોઈને આપ્યું છપ્પરફાડ રિટર્ન
અમે વાત કરી રહ્યાં છીએ બિટકોઈનની, એક ક્રિપ્ટોકરન્સી જેણે માત્ર 15 વર્ષમાં 100 રૂપિયાનો રોકાણને 23 કરોડમાં ફેરવી દીધું છે.
કેમ થયો આટલો મોટો લાભ?
જુલાઈ 2010મા બિટકોઈનની કિંમત માત્ર $0.04865 હતી. તો તાજેતરમાં તેની કિંમત $111,861.22 ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. એટલે કે કુલ મળી તેમાં અત્યાર સુધી 23,00,00,000% નો વધારો જોવા મળ્યો છે.
100 રૂપિયા લગાવનાર આજે કરોડપતિ
એટલે કે જો કોઈ ઈન્વેસ્ટરે 2010મા માત્ર 100 રૂપિયા બિટકોઇનમાં લગાવ્યા હોત તો આજે તેની કિંમત 23 કરોડ હોત. ₹1,000 નું રોકાણ 230 કરોડ બની જાત, જ્યારે 1 લાખનું રોકાણ તમને અબજોપતિના લિસ્ટમાં સામેલ કરાવી દેત એટલે કે કુલ સંપત્તિ લગભગ 23000 કરોડ રૂપિયા.
આટલા મોટા ઉછાળા પાછળનું કારણ શું છે?
નિષ્ણાતોના મતે, બિટકોઈનમાં આ ઐતિહાસિક ઉછાળો અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનું પરિણામ છે.
યુએસ સેનેટ બિલને સમર્થન આપે છે
યુએસ સેનેટે તાજેતરમાં એક બિલને સમર્થન આપ્યું છે જે ક્રિપ્ટોકરન્સીને નિયમનકારી માળખું પૂરું પાડશે.
મોટી બેંકો બિટકોઈન ખરીદવાની સુવિધા આપી રહી છે
જેપી મોર્ગન જેવી મોટી બેંકો હવે તેમના ગ્રાહકોને બિટકોઇન ખરીદવાની મંજૂરી આપી રહી છે.
સ્પોટ બિટકોઇન ETF ને મંજૂરી મળી
સ્પોટ બિટકોઈન ETF ને જાન્યુઆરી 2024 માં યુએસમાં મંજૂરી મળી, જેનાથી બ્લેકરોક, ફિડેલિટી જેવી નાણાકીય દિગ્ગજો સીધા બિટકોઈનમાં રોકાણ કરી શકે છે.
બિટકોઈનમાં ઈન્વેસ્ટરોનો વિશ્વાસ વધ્યો
આ કારણોથી બિટકોઇનમાં ઈન્વેસ્ટરોનો વિશ્વાસ વધ્યો છે અને સતત માંગને કારણે તેની કિંમત નવી ઊંચાઈઓ પર પહોંચી ગઈ છે.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલ માત્ર જાણકારી માટે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા કે નાણાકીય જોખમ લેતા પહેલા તમારા સલાહકારની સલાહ જરૂર લો. ઝી 24 કકલાક કોઈ પ્રકારના જોખમ માટે જવાબદાર નથી.
Trending Photos