Bollywood: વન નાઈટ સ્ટેન્ડ પછી લાઈફમાં આવ્યો યુટર્ન, કોઈને કરાવવું પડ્યું અબોર્શન તો કોઈને મળ્યો પતિ

Bollywood Actress One Night Stand: બોલીવુડની કેટલીક બોલ્ડ અને બિંદાસ અભિનેત્રીઓ એવી છે જે પોતાના વન નાઈટ સ્ટેન્ડની વાત સ્વીકારી ચુકી છે. આ અભિનેત્રીમાંથી એક અભિનેત્રી એવી છે જે વન નાઈટ સ્ટેન્ડ પછી પ્રેગ્નેંટ થઈ ગઈ હતી અને અબોર્શન કરાવવું પડ્યું હતું. બોલીવુડના આ કિસ્સા ચર્ચાસ્પદ રહ્યા છે.

કુબ્રા સૈત

1/7
image

કુબ્રા સૈત એ તેની બુકમાં ખુલાસો કર્યો છે કે 2013 માં તે જ્યારે આંદામાનની ટ્રીપ પર ગઈ હતી તો નજીકના મિત્ર સાથે વન નાઈટ સ્ટેન્ડ પછી તે પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. 30 વર્ષની ઉંમરમાં તે માં બનવા માટે તૈયાર ન હતી.  

વન નાઈટ સ્ટેન્ડ પછી અબોર્શન

2/7
image

તેથી કુબ્રા એકલી હોસ્પિટલ ગઈ અને અબોર્શનની પ્રોસેસ કરાવી. તેણે બુકમાં એવું પણ જણાવ્યું છે કે તેને તેના નિર્ણય પર પસ્તાવો નથી.  

કાશ્મીરા શાહ

3/7
image

અભિનેત્રી કાશ્મીરા શાહ આજે તો કૃષ્ણા અભિષેક સાથે સુખી લગ્નજીવન જીવી રહી છે પરંતુ તેમની લવસ્ટોરી પણ વન નાઈટ સ્ટેન્ડથી શરુ થઈ હતી. તેમની પહેલી મુલાકાત વન નાઈટ સ્ટેન્ડમાં બદલી ગઈ અને પછી તેમને પ્રેમ થયો.  

કાશ્મીરા શાહ-કૃષ્ણા અભિષેક

4/7
image

કાશ્મીરા શાહ કૃષ્ણા અભિષેક કરતાં 12 વર્ષ મોટી છે. વન નાઈટ સ્ટેન્ડ પછી બંને પ્રેમમાં પડ્યા અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.  

મહીપ કપૂર

5/7
image

મહીપ કપૂરએ પણ તેની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે નશામાં ધૂત હતી અને સંજય કપૂર સાથે તેણે વન નાઈટ સ્ટેન્ડ કર્યું. તે સમયે તે સ્યોર ન હતી કે તે સંજય કપૂર સાથે લગ્ન કરશે.  

મહીપ કપૂર અને સંજય કપૂર

6/7
image

મહીપ કપૂર અને સંજય કપૂરના લગ્ન 1997 માં થયા હતા. મહીપ કપૂરે એવું પણ જણાવ્યું હતું કે તે સંજય કપૂરના પરિવારને મળી ત્યારે પણ તે નશાની હાલતમાં હતી પરંતુ તેમ છતા તેના પરિવારે લગ્ન માટે હા કહી દીધી.  

7/7
image