માધુરી પર ફીદા હતા દેશના આ દિગ્ગજ અને લોકપ્રિય સિતારા, ફિલ્મ જોવા માટે આખુ થિયેટર બુક કરતા, એક જ ફિલ્મ 73 વાર જોઈ

80-90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષીતના ચાહકો તો આજે પણ એટલા જ છે. અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીને એકથી એક સુપરહિટ ફિલ્મો આપેલી છે. જ્યારે માધુરી દિક્ષીતની કરિયર પીક પર હતી ત્યારે એક મોટી સેલિબ્રિટી તેમની પાછળ એવા તે પાગલ હતા કે તેમણે અભિનેત્રી માટે થઈને માધુરીની એક ફિલ્મ 73 વાર જોઈ હતી. 

1/5
image

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીતના ચાહકોમાં આજે પણ કોઈ કમી નથી. માધુરીની સુંદરતા અને દિવાનગી પર દરેક ફીદા થાય છે. હસીના આજે ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે પરંતુ સોશિયલ મીડિયા પર અભિનેત્રી છવાયેલી રહે છે. 90ના દાયકામાં તેની સુંદરતાના લોકો દીવાના હતા. મોટા મોટા સિતારાઓનું મન તેના પર આવતું હતું. પરંતુ અભિનેત્રી ડોક્ટર શ્રીરામ નેને સાથે પરણી ગઈ. આજે કપલના બે બાળકો છે. 

માધુરીના આ ફેન

2/5
image

માધુરીની કરિયર જ્યારે પીક પર હતી ત્યારે અભિનેત્રીની પાછળ એક મોટી હસ્તી દીવાની થઈ હતી. તેમણે અભિનેત્રીની ફિલ્મ હમ આપ કે હૈ કૌન 73 વાર જોઈ હતી. આ ફેન બીજુ કોઈ નહીં પરંતુ દેશની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક હતા. જેમનું નામ છે એમ એફ હુસૈન. જેમને પ્રેમથી લોકો હુસૈન સાહેબ કહેતા હતા. તેઓ એક પ્રખ્યાત ચિત્રકાર છે. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે અને આખુ નામ મકબૂલ ફિદા હુસૈન છે. તેમણે પેઈન્ટિંગની સાથે સાથે કેટલીક ફિલ્મોમાં રાઈટર તરીકે પણ કામ કરેલું છે.   

73 વાર જોઈ ફિલ્મ

3/5
image

જ્યારે તેમણે માધુરી દિક્ષીતની ફિલ્મ હમ આપ કે હૈ કોન પહેલીવાર જોઈ તો તેઓ જોતા જ રહી ગયા હતા. આ ફિલ્મ તેમણે લગભગ 73 વાર જોઈ અને પછી માધુરી સાથે ફિલ્મ બનાવવાનો પ્લાન કર્યો હતો. અભિનેત્રીની સુંદરતા પર તેઓ એ હદે ફીદા થયા હતા કે તેઓ તેની ફિલમ જોવા માટે આખું થિયેટર જ બુક કરાવી લેતા હતા. 

બનાવી ફિલ્મ

4/5
image

ચિત્રકાર હુસૈન અભિનેત્રી માધુરી દિક્ષીતના એટલા મોટા ફેન હતા કે તેમણે માધુરી સાથે ફિલ્મ ગજગામિની બનાવી હતી. આ ફિલ્મમાં માધુરી દિક્ષીત લીડ રોલમાં હતી. ફિલ્મને એમ એફ હુસૈને ડાઈરેક્ટ કરી હતી. ગજગામિની ફિલ્મમાં માધુરી ઉપરાંત શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ પણ હતા. બોક્સ ઓફિસ પર જો કે ફિલ્મ ફ્લોપ ગઈ હતી. અત્રે જણાવવાનું કે એમ એફ હુસૈન માધુરી ઉપરાંત વિદ્યા બાલન, અમૃતા રાવ, અનુષ્કા શર્મા અને તબ્બુ જેવી અભિનેત્રીઓના પણ ફેન હતા. આ બધાની એક્ટિંગ તેમને ગમતી હતી. એમ એફ હુસૈનનું 95 વર્ષની ઉંમરે 9 જૂન 2011ના રોજ નિધન થયું હતું.   

ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે માધુરી

5/5
image

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીત આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. છેલ્લે તે ફિલ્મ ભૂલ ભૂલૈયા 3માં જોવા મળી હતી. તેણે પોતાની કરિયરની શરૂઆત વર્ષ 1984માં કરી હતી અને ત્યારબાદ અનેક સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. અત્યાર સુધીમાં 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.