70ના દાયકાનું સુહાગરાત પર બનેલું એ ગીત...જેણે બોલ્ડનેસની તમામ હદો પાર કરી, અશ્લિલતાનો આરોપ લાગ્યો હતો
70ના દાયકામાં આવેલી ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં ઝીન્નત અમાને બોલ્ડનેસની તમામ હદો પાર કરીને એક નવી સ્ટાઈલ ટ્રેન્ડ સેટ કર્યો હતો. આ ફિલ્મનું એક ગીત ખુબ વિવાદમાં રહ્યું હતું.
વર્ષ 1978માં આવેલી ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં ઝીન્નત અમાને રૂપાનો રોલ નિભાવ્યો હતો અને તે વિવાદમાં રહ્યો હતો. આ ફિલ્મમાં તેણે બોલ્ડનેસની તમામ હદો પાર કરી હતી.
ફિલ્મમાં તેના પાત્રને લઈને એટલી બબાલ થઈ હતી કે દિવંગત અભિનેતા દેવ આનંદે તો આ ફિલ્મને ગંદી ફિલ્મ સુદ્ધા કહી દીધી હતી. તેમનું માનવું હતું કે કેમેરા ફક્ત અને ફક્ત ઝીન્નતના બોડી પર ફોકસ કરતો રહ્યો. જો કે ઝિન્નત પતોાના પાત્રને લઈને ખુબ કોન્ફિડન્ટ હતી.
આમ તો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી આ ફિલ્મના તમામ ગીતો ખુબ હિટ થયા હતા. પરંતુ આ ફિલ્મનું એક ગીત જે સુહાગરાત પર ફિલ્માવવામાં આવ્યું હતું તે ગીત હતુ સैયા નિકસ ગએ....મૈ ના લડી થી. આ ગીતમાં ઝિન્નતે રૂપાની ભૂમિકાથી તહેલકો મચાવ્યો હતો.
આ ગીતમાં ઝિન્નત અમાનના લૂકને જોઈને ફિલ્મ પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ પણ લાગ્યો હતો. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં ખુદ શશિ કપૂર અને ઝિન્નત અમાન પણ ગયા હતા.
અત્રે જણાવવાનું કે ફિલ્મમા ઝિન્નતે ગામની છોકરીની ભૂમિકા ભજવવાની હતી. પરંતુ તેનો અટાયર ખુબ બોલ્ડ લૂક દેખાડતો હતો. ફિલ્મમાં નાના અને ડીપ નેકલાઈન બ્લાઉઝ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
Trending Photos