Budh Gochar: 7 જુલાઈથી સંભાળીને રહે મેષ સહિત આ 4 રાશિના લોકો, નોકરી-વેપાર અને પરિવારમાં વધશે મુશ્કેલીઓ

Budh Gochar Ashlesha Nakshatra: બુધ ગ્રહ જ્યારે પોતાની ચાલ બદલે છે ત્યારે દરેક રાશિ પર તેનો પ્રભાવ પડે છે. કોઈ રાશિને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિને અશુભ સમયનો સામનો કરવો પડે છે. આવું જ કંઈક 4 રાશિના લોકો સાથે જુલાઈ મહિનામાં થઈ શકે છે. 7 જુલાઈ 2025 ના રોજ બુધ ગ્રહ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહની બદલાયેલી ચાલ 4 રાશિના લોકોના જીવનમાં સમસ્યાનું કારણ બનશે.
 

મેષ રાશિ

1/5
image

બુધ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોની સમસ્યા વધી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ આ સમયે રહી શકે છે.   

કર્ક રાશિ

2/5
image

બુધ ગ્રહના ગોચરથી આ રાશિના લોકોના જીવનમાં ગંભીર સમસ્યાઓ આવી શકે છે. ધન હાનિ થઈ શકે છે. માનહાનિ થવાની સંભાવના બની રહી છે. આ સમયે કામ પુરું કરવા વધારે મહેનત કરવી પડશે.  

વૃશ્ચિક રાશિ

3/5
image

આ રાશિના લોકોને નોકરીમાં બદલી થઈ શકે છે. કરિયરમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. આ સમયે જોખમ લેવાનું ટાળવું. ધન હાનિ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ નરમ ગરમ રહે.  

મકર રાશિ

4/5
image

આ રાશિના લોકોએ 7 જુલાઈથી સૌથી વધારે એલર્ટ રહેવું. શત્રુઓની સંખ્યા વધી શકે છે. પોતાની વાતો અન્ય સાથે શેર ન કરો. ગલત સંગતથી દુર રહેવું. આ સમય દરમિયાન મન અકારણ અશાંત રહી શકે છે.  

5/5
image