હોળી પહેલા આ સરકારી બેન્કે આપી મોટી ખુશખબર! હવે હોમ લોન પર વ્યાજ દર થશે ઓછો

Canara Bank MCLR: કેનેરા બેન્કે જણાવ્યું હતું કે, ઓવરનાઈટ MCLR માં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 2 વર્ષના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 3 વર્ષના MCLRમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

1/5
image

હોળીના તહેવાર પહેલા સરકારી બેન્ક કેનેરા બેન્કે તેના ગ્રાહકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. બેન્કે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, MCLRમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા MCLR દરો આજે રાત્રે મોડી રાતથી એટલે કે, 12 માર્ચથી અમલમાં આવશે. તેનો સીધો ફાયદો તમારા હોમ લોન અને કાર લોનના EMI પર થશે. ચાલો જોઈએ કે, બેન્કે કયા સમયગાળામાં કેટલી રાહત આપી છે.

કેનેરા બેન્કના નવા MCLR

2/5
image

એક્સચેન્જ ફાઇલિંગમાં બેન્કે જણાવ્યું હતું કે, ઓવરનાઈટ MCLRમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એક મહિના, 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે MCLRમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. જ્યારે, 2 વર્ષના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 3 વર્ષના MCLRમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

શું હોય છે MCLR?

3/5
image

MCLRએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરાયેલ દર છે જેનો ઉપયોગ કોમર્શિયલ બેન્કો દ્વારા લોન પર વ્યાજ દર નક્કી કરવા માટે કરે છે. ભારતમાં નોટબંધી પછી તેનો અમલ શરૂ થયો છે. આનાથી ગ્રાહકો માટે લોન લેવાનું સરળ બન્યું છે. MCLRએ ન્યૂનતમ દર હોય છે જેનાથી નીચે કોઈપણ બેન્ક ગ્રાહકોને લોન આપી શકતી નથી. જ્યારે તમે બેન્કમાંથી લોન લો છો, ત્યારે બેન્ક દ્વારા વસૂલવામાં આવતા લઘુત્તમ વ્યાજ દરને બેઝ રેટ કહેવામાં આવે છે. હવે બેન્કો આ બેઝ રેટની જગ્યાએ MCLRનો ઉપયોગ કરી રહી છે.

MCLR વધવા પર કેમ મોંઘી થાય છે લોન?

4/5
image

MCLR એ ન્યૂનતમ દર છે, તેથી એ સ્પષ્ટ છે કે બેન્કો આ દરથી ઓછા દરે ગ્રાહકોને લોન આપી શકતી નથી, એટલે કે, MCLR જેટલું વધશે, લોન પરનું વ્યાજ તેટલું વધારે હશે. આવી સ્થિતિમાં હોમ લોન, વાહન લોન વગેરે જેવી સીમાંત ખર્ચ સંબંધિત લોન પર વ્યાજ દરો વધશે. જો કે, એવું નથી કે MCLR વધતાની સાથે જ આગામી મહિનાથી તમારો EMI પણ વધી જશે. અહીં નોંધનીય બાબત એ છે કે, જ્યારે MCLR દર વધે છે, ત્યારે તમારી લોન પરના વ્યાજ દરો તરત જ વધતા નથી. લોન લેનારાઓનો EMI ફક્ત રીસેટ તારીખે જ આગળ વધે છે.

શું છે MCLRનો હેતુ?

5/5
image

બેન્કોના ધિરાણ દરોમાં પોલિસી દરોના ટ્રાન્સમિશનમાં સુધારો કરવા અને બધી બેંકોમાં વ્યાજ દર નિર્ધારણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્યથી MCLR રજૂ કરવામાં આવ્યો હતો. MCLR લાગુ થયા પછી, હોમ લોન જેવી લોન સસ્તી થઈ ગઈ છે. MCLR ની ગણતરી ભંડોળના માર્જિનલ ખર્ચ, સમયગાળાના પ્રીમિયમ, સંચાલન ખર્ચ અને રોકડ અનામત ગુણોત્તર જાળવવાના ખર્ચના આધારે કરવામાં આવે છે. બાદમાં આ ગણતરીના આધારે લોન આપવામાં આવે છે. તે બેઝ રેટ કરતા સસ્તું છે. બેન્કો માટે દર મહિને તેમના ઓવરનાઈટ, એક મહિના, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ અને બે વર્ષના MCLR જાહેર કરવા ફરજિયાત છે.