Chanakya Niti : આ 3 કામ માટે દિલ ખોલીને વાપરો પૈસા, ક્યારેય ખાલી નહીં થાય તિજોરી
Chanakya Niti : આચાર્ય ચાણક્યને એક મહાન રાજદ્વારી અને વ્યૂહરચનાકાર કહેવામાં આવે છે. આ સાથે તેઓ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના નિષ્ણાત પણ માનવામાં આવે છે. ચાણક્ય નીતિ અનુસાર, પૈસાની બચત કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે, જેમાં પૈસા ખર્ચથી વખતે બિલકુલ વિચારવું જોઈએ નહીં.
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે તમને જીવનમાં સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે કેટલાક એવા કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કરવાથી તમે દિવસ-રાત બમણી પ્રગતિ કરી શકો છો.
આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારે ધનવાન બનવું હોય તો પૈસાનું મહત્વ સમજો અને નકામા ખર્ચ પર નિયંત્રણ રાખો. ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ પોતાની કમાણીનો અમુક હિસ્સો સુરક્ષિત રાખવો જોઈએ જેથી ખરાબ સમયમાં કોઈ પાસેથી પૈસા માંગવાની જરૂર ન પડે.
ચાણક્ય નીતિ અનુસાર પૈસાની બચત કરવી ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલાક હેતુઓ માટે વ્યક્તિએ પૈસા ખર્ચતી વખતે બિલકુલ વિચારવું જોઈએ નહીં. જો તમે આ હેતુઓ માટે ઉદારતાથી પૈસા ખર્ચો છો, તો તમને બમણું પરિણામ મળશે.
ચાણક્ય નીતિ અનુસાર, વ્યક્તિએ સમાજ સેવાના કાર્યોમાં પૈસા આપતી વખતે વધુ વિચારવું ન જોઈએ. તેના બદલે વ્યક્તિએ બને તેટલી સમાજની સેવા કરવી જોઈએ અને આ કાર્યમાં પૈસા ખર્ચવામાં આવે તો ચિંતા કરશો નહીં. કારણ કે સમાજની સેવા કરવાની આપણી જવાબદારી છે અને આપણે સમાજ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવી જોઈએ.
આચાર્ય ચાણક્ય કહે છે કે ધર્મ સંબંધિત કામ કરતી વખતે વ્યક્તિએ પોતાના ખિસ્સાની ચિંતા ન કરવી જોઈએ. આ કાર્યમાં ખર્ચવામાં આવેલ ધન તમને શુભ ફળ આપે છે. ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચવાથી ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે રહે છે.
આચાર્ય ચાણકોના મતે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની શક્ય એટલી મદદ કરવી જોઈએ. તેઓએ પોતાના બજેટ અને ઈચ્છા મુજબ કપડાં, પૈસા અને ભોજનનું દાન કરવું જોઈએ. તેનાથી મનને શાંતિ તો મળે જ છે સાથે ધનમાં પણ વધારો થાય છે.
ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Zee24 Kalak આની પુષ્ટિ કરતું નથી.
Trending Photos