તુર્કી-ભારતના સંબંધ બગડતા તમારા રસોડાની આ વસ્તુઓ થશે મોંઘી! ચેક કરો લિસ્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપ્યો અને તુર્કીમાં બનેલા ડ્રોન તેણે પાકિસ્તાનને આપ્યા. જેથી કરીને ભારત પર હુમલો કરી શકાય. આવામાં ભારત અને તુર્કીના સંબંધો પણ હવે વણસી ગયા છે.
તુર્કીએ આપ્યું હતું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જ્યારે ભારતે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું તો ત્યારબાદ પાકિસ્તાન ધૂંધવાયું અને તેણે ભારત વિરુદ્ધ મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઈલ હુમલાનું ષડયંત્ર રચ્યું. જો કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની મોટાભાગની મિસાઈલો અને ડ્રોનોને હવામાં જ તોડી પાડ્યા. આ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનનો જાહેરમાં સપોર્ટ કરી નાખ્યો.
તુર્કીના આ વર્તનથી ભારત નારાજ
તુર્કીએ પાકિસ્તાનને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કર્યો હતો. ત્યારબાદ તુર્કીના આ વર્તનથી ભારત ખુબ નારાજ થયું. દેશભરમાં તુર્કીના આ નિર્ણયને પગલે નારાજગી જોવા મળી અને #ByocuttTurkey ટ્રેન્ડ ચાલ્યો.
કઈ ચીજો થઈ શકે મોંઘી
જો ભારતમાં #ByocuttTurkey નો ટ્રેન્ડ સતત ચાલતો રહ્યો તો તેની અસર બજારમાં રહેલી કેટલીક વસ્તુઓ પર જોવા મળી શકે છે. જે મોટાભાગે રસોડા સાથે જોડાયેલી છે. તુર્કી સાથે સંબંધ બગડતા રસોડાની કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
સફરજન
#ByocuttTurkey ટ્રેન્ડ બાદ સૌથી પહેલા ભારતમાં વેપારીઓએ તુર્કિએથી સફરજન નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ભારત 1.29 લાખ ટન સફરજન તુર્કિએથી લે છે. આથી તેની સીધી અસર ભારતીય વેપાર પર પડી શકે છે.
ભારતમાં તુર્કીથી આવે છે સૂકા મેવા અને મસાલા
ભારતમાં મોટી સંખ્યામાં તુર્કી (તુર્કીએ)થી સૂકા મેવા અને મસાલા આવે છે. ભારત અને તુર્કી વચ્ચે સંબંધ વણસતા આ ચીજોના ભાવ ઉપર પણ અસર જોવા મળી શકે છે.
સ્વાદિષ્ટ વાનગી
ભારતના અનેક શહેરોમાં તુર્કીની વાનગીઓને ખુબ પસંદ કરાય છે. તુર્કિશ કબાબ, કુનાફા, શવરમા વગેરે...જો ભારતમાં #ByocuttTurkey નો ટ્રેન્ડ ચાલુ રહે તો આ વાનગીઓના વેચાણ પર અસર પડી શકે છે.
તુર્કી ટી
ભારતના અનેક શહેરોમાં ખાસ કરીને રાજધાની દિલ્હીના શાહીન બાગમાં તુર્કિશ ટી ખુબ ફેમસ છે. અહીં ખાસ કરીને લોકો તેનો સ્વાદ લેવા માટે આવે છે. જ્યારે દેશમાં તુર્કીથી મોટા પાયે ચા આવે છે. જેનો ઘરોમાં ઉપયોગ થાય છે. આવામાં ચાના ભાવ પર અસર પડી શકે છે.
Trending Photos