ટ્રમ્પ ગમે તેટલા ધમપછાડા કરે...અઘરું છે iPhone નો કારોબાર ભારતથી અમેરિકા ખસેડવો, Apple ની ગણતરીઓ ધરાશાયી થઈ જાય
જેટલું સરળતાથી ટ્રમ્પે એપલના સીઈઓને ભારતમાં વેપાર ખતમ કરવા માટે ધમકાવ્યા એટલું સરળ કંપની માટે ભારત છોડવું શક્ય નથી. આજે સ્થિતિ એવી છે કે દરેક 5માંથી એક આઈફોન ભારતમાં અસેમ્બલ થાય છે.
Apple Iphone in India
ભારત અંગે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં કડવાહટનું પરિણામ ફરીથી એકવાર સામે આવી ગયું છે. ટેરિફ બોમ્બના ભંડારને લઈને ઘૂમતા ટ્રમ્પે ભારત અને આઈફોન નિર્માતા એપલના સંબંધો પર હુમલો કર્યો. ટ્રમ્પ નથી ઈચ્છતા કે એપલ આઈફોનનું અસેમ્બલિંગ ભારતમાં કરે. મેડ ઈન ઈન્ડિયા આઈફોન અમેરિકામાં વેચે. ભારત પર ચીડ કે પછી ભારતની પ્રગતિથી ગભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ચેતવણી સુદ્ધા આપી દીધી. તેમણે કહ્યું કે જો ભારતમાં કંપની આઈફોનનું મેન્યુફેક્ચરિંગ કરશે તો તેણે 25 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. જો કે આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ ટ્રમ્પ આઈફોન મેન્યુફેક્ચરરને ધમકાવી ચૂક્યા છે. પરંતુ કંપની તો જાણે ઘોળીને પી ગઈ.
એપલ માટે સરળ નથી ભારત છોડવું
જેટલું સરળતાથી ટ્રમ્પે એપલના સીઈઓને ભારતમાં વેપાર ખતમ કરવા માટે ધમકાવ્યા એટલું સરળ કંપની માટે ભારત છોડવું શક્ય નથી. આજે સ્થિતિ એવી છે કે દરેક 5માંથી એક આઈફોન ભારતમાં અસેમ્બલ થાય છે. એપલના આઈફોનના કુલ પ્રોડક્શનમાં લગભગ 20 ટકા જેટલો ભાગ ભારતમાં તૈયાર થાય છે. ગત એક વર્ષમાં એપલે ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ કેપેસિટીને 60 ટકા સુધી વધારી છે.
ટ્રમ્પનો પ્લાન ફેલ
ચીન અને અમેરિકા વચ્ચે તનાતનીના પગલે એપલ ભારતમાં પોતાનો કારોબાર વધારવા પર વિચાર કરે છે. આ વર્ષે ભારતમાં 25 મિલિયન આઈફોન બનાવશે. જેમાંથી 10 મિલિયન તો ભારતમાં જ વેચાશે અને બાકીના અમેરિકા જશે. પરંતુ ટ્રમ્પ એપલના પ્લાનિંગ પર પાણી ફેરવનારા નિવેદનો આપ્યા કરે છે.
એપલ માટે સરળ નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે તેટલી ધમકીઓ આપે પરંતુ હકીકત તો એ છે કે એપલ માટે ભારત છોડવું સરળ નથી. ભારત છોડવાથી કંપની આર્થિક દબાણમાં આવી જશે. એપલનું ઈકોનોમિક્સ બગડી જશે. હવે તેના ગણિતને સમજીએ. જેને જાણીને તમે પણ વિશ્વાસ કરશો કે શાં માટે એપલ ટ્રમ્પને ઠેંગો દેખાડીને ભારતમાં વિસ્તાર કરી રહ્યું છે.
એપલનું ભારતમાં ગણિત, ટેરિફ છતાં ફાયદાની ડીલ
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ હાલ અમેરિકામાં એક આઈફોનની કિંમત 1,000 અમેરિકી ડોલર છે. એક આઈફોન તૈયાર કરવામાં એક ડઝનથી વધુ દેશોનું યોગદાન લાગે છે. જો તેની ગણતરી સમજીએ તો એપલના બ્રાન્ડ, સોફ્ટવેર, અને ડિઝાઈન દ્વારા મૂલ્યનો સૌથી મોટો ભાગ એટલે કે દરેક આઈફોન પર લગભગ 450 ડોલર પોતાની પાસે રાખે છે. ત્યારબાદ તાઈવાનમાં ચિપ મેન્યુફેક્ચરિંગ માટે 150 ડોલરનો ખર્ચો થાય છે. દક્ષિણ કોરિયાથી OLED સ્ક્રીન અને મેમરી ચિપ્સ માટે 90 ડોલરનો ખર્ચો કરે છે. જાપાનમાં 85 ડોલરનો ખર્ચો કેમેરા મોડ્યુલ્સના સપ્લાય પર થાય છે. એ જ રીતે જર્મની, વિયેતનામ, અને મલેશિયામાં નાના ભાગોના માધ્યમથી અન્ય 45 અમેરિકી ડોલરનું યોગદાન છે. અમેરિકામાં આઈફોનના સેમીકન્ડક્ટર માટે ક્વોલકોમ પર 80 ડોલરનો ખર્ચો આવે છે.
ભારત છે જરૂરી
આ બધુ છતાં સૌથી જરૂરી છે આઈફોનનું એસેમ્બલિંગ. જે ભારત અને ચીનમાં થાય છે. GTRI ના ડેટા મુજબ ભારત અને ચીનમાં આઈફોન અસેમ્બલિંગ પર ફક્ત 30 ડોલરનો ખર્ચો આવે છે. જે સૌથી ઓછો છે. આઈફોન અસેમ્બલિંગના પ્રમુખ પ્લેયર હોવા છતાં અહીં પ્રતિ ડિવાઈસ ફક્ત 30 અમેરિકી ડોલર છે જે આઈફોનની કુલ રિટેલ કિંમતના ફક્ત 3 ટકા કરતા પણ ઓછું છે.
25 ટકા ટેરિફ છતાં ભારત પહેલી પસંદ
હવે જો એપલ અસેમ્બલિંગ યુનિટને ભારતથી અમેરિકામાં શિફ્ટ કરે તો તેનું આખુ યુનિટ ઈકોનોમિક્સ બગડી જશે. આ ગણતરીને જરા સમજીએ. ભઙારતમાં શ્રમ ખર્ચ એટલે કે લેબર કોસ્ટ ખુબ ઓછો છો. ભારતમાં મોબાઈલ અસેમ્બલ કરવા પર એપલને 230 અમેરિકી ડોલર પ્રતિ માસ ખર્ચો આવે છે. પરંતુ જો તેને કેલિફોર્નિયા જેવા અમેરિકી રાજ્યોમાં શિફ્ટ કરાય તો ત્યાં એક લેબર કોસ્ટ પર લગભગ 2,900 અમેરિકી ડોલરનો ખર્ચો આવશે જે ભારત કરતા 13 ગણો વધુ છે. ભારતમાં એક આઈફોનને અસેમ્બલ કરવામાં 30 ડોલરનો ખર્ચો આવે છે. જો આ જ અસેમ્બલિંગ અમેરિકામાં થાય તો ખર્ચો વધીને 390 ડોલર પર પહોંચી જશે. આ ઉપરાંત એપલને ભારતમાં આઈફોન બનાવવા પર સરકાર તરફથી પ્રોડક્ટ લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) નો લાભ મળે છે જે અમેરિકામાં નહીં મળે.
અમેરિકામાં શિફ્ટ કરવું એટલે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું
જો ટ્રમ્પની વાત માનીને એપલ પોતાની ફેક્ટરી અમેરિકામાં ટ્રાન્સફર કરી દે તો વધેલા લેબર કોસ્ટ અને અસેમ્બલિંગ કોસ્ટના કારણે આઈફોનની કિંમત અનેકગણી વધી જશે. જો કિંમતને નિયંત્રિત કરવા માટે એપલ પોતે નુકસાન સહન કરવાની જવાબદારી ઉઠાવે તો તેનો પ્રોફિટ 450 અમેરિકી ડોલરથી ઘટીને ફક્ત 60 અમેરિકી ડોલર રહી જશે. આ ભૂલ કોઈ પણ કંપની જાણી જોઈને તો ન કરી શકે. હવે જો તેણે ટ્રમ્પના 25 ટકા ટેરિફને ઝેલવો પણ પડે તો પણ ભારતમાં અસેમ્બલિંગ કોસ્ટ પ્રતિ આઈફોન 25 ટકા વધીને 7.5 ડોલર વધશે. જે 37.5 ડોલર પર પહોંચી જશે. આ ખર્ચો આમ છતાં અમેરિકામાં આઈફોન મેન્યુફેક્ચરિંગ કોસ્ટ (390 ડોલર)થી ઓછો છે. એટલે કે બધુ મળીને ભારતમાંથી કારોબાર સમેટવો એ એપલ માટે પોતાના નફા પર સીધે સીધી કાતર ફેરવવા જેવું છે.
Trending Photos