કુદરત મચાવશે કહેર, તમિલનાડુના દરિયાકિનારે જોવા મળ્યું સંકટનું સંકેત! ઓરફિશનું બીજું નામ છે મહાખતરો
Doomsday Fish Spotted In Tamil Nadu: શું પૃથ્વીનું અસ્તિત્વ ખતરામાં છે? શું દુનિયાના અનેક દેશો પર અણધારી આફત આવી રહી છે? શું ભારતમાં મોટી કુદરતી આપદા આવવાની છે? આવા સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે, ઓસ્ટ્રેલિયાના તસ્માનિયા બાદ ભારતના તમિલનાડુમાં એવી માછલી જોવા મળી છે. જેનું કનેક્શન લોકો તારાજી સાથે જોડી રહ્યા છે.
દુનિયાની બીજા નંબરની સુંદર માછલી જ્યારે જોવા મળે છે ત્યારે મહાવિનાશ આવે છે એવી આશંકા છે. આ માછલીનું નામ શું છે?. આ માછલીનું નામ કેમ તારાજી સાથે જોડાય છે? ચાલો જાણીએ
આવા સવાલો એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે પહેલાં ઓસ્ટ્રેલિયા અને હવે ભારતમાં સુંદર માછલી મળી આવી છે. જેનું કનેક્શન લોકો મોટી તબાહી સાથે જોડી રહ્યા છે. આ માછલીને જોતાં જ તમે તેના પ્રેમમાં પડી જશો. પરંતુ તેની સાથે જોડાયેલી માન્યતા અત્યંત ડરામણી અને રુંવાડા ઉભા કરનારી છે.
આ માછલીનું ધરતી પર દેખાવું મહાવિનાશનું અલર્ટ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ માછલી જ્યારે ધરતી પર દેખાય છે ત્યારે ચોક્કસથી મોટી આફત આવે છે.
તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં અત્યંત દુર્લભ સમુદ્રી માછલીને પકડી છે. પહેલી નજરમાં જોતાં તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે. તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે. સમુદ્ર કિનારે માછીમારોએ જોતાં તેને નેટમાંથી બહાર કાઢી. 7 જેટલાં માછીમારોએ તેને હાથમાં પકડીને વીડિયો પણ બનાવ્યો.
અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ ઓરફિશ છે. તેને ડૂમ્સ ડે ફિશ પણ કહેવામાં આવે છે. તેની લંબાઈ 30 ફૂટ સુધી પણ હોય છે. તેની આંખો બીજી માછલીઓ કરતાં મોટી હોય છે. તેના માથાના ભાગે લાલ રંગનું હાડકું હોય છે.
ઓરફિશ માછલી મોટાભાગે ઉંડા પાણીમાં જ રહે છે. તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે. સમુદ્રમાં હલનચલન વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે. તેનું ધરતી પર જોવા મળવું આફતના સંકેત આપે છે.
ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓરફિશ માછલી જોવા મળતાં લોકોના દિલની ધડકન વધી ગઈ. માનવામાં આવે છે કે, આ માછલીને ધરતી પર બહુ ઓછી જોવામાં આવી છે. તે જ્યારે દેખાય છે તેના થોડા દિવસોમાં મોટી તબાહી આવે છે. તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે.
ઓરફિશ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રમાં મળી આવતી દુર્લભ માછલી છે. તેનું સમુદ્રમાંથી બહાર નીકળવું ભૂકંપ તરફ ઈશારો કરે છે. 2010માં જાપાનમાં 20-22 ઓરફિશ માછલી જોવા મળી હતી.
તેના પછી 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની સાથે જાપાનમાં સુનામી આવી હતી. તેણે ચોતરફ ભારે તબાહી મચાવી હતી. આ કુદરતી હોનારતમાં 19,759 લોકોનાં મોત થયા હતા. જ્યારે સેંકડો લોકોને ઈજા થઈ હતી.
વૈજ્ઞાનિકો ઓરફિશ સાથે જોડાયેલી માન્યતાને સાચી માનતા નથી. તેઓ તેને ફગાવી દે છે. પરંતુ હાલ તો ભારતના દરિયા કિનારે ઓરફિશ માછલી જોવા મળતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
Trending Photos