ગુજરાતના આ શિવમંદિરમાં ચઢાવાય છે નાગ-નાગીનના જોડા, શ્રાવણમાં ભક્તોથી ઉભરાઈ જાય છે આ મંદિર

Shravan 2025જયદીપ લાખાણી/દ્વારકા : આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ... વહેલી સવારથી શિવમંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ.... સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ. તો સાથે જ સૌરાષ્ટ્રના નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો દર્શને ઉમટ્યા હતા 

નાગેશ્વર જ્યોર્તિલિંગમાં ભક્તોની ભીડ ઉમટી 

1/6
image

12 જ્યોર્તિલિંગ પૈકીની એક જ્યોર્તિલિંગ નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શને ઉમટ્યા હતા. નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તો આજે દૂર દૂરથી દર્શને ઉમટ્યા હતા. નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.   

નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે 

2/6
image

નાગેશ્વર મંદિર  નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને 'દારુકાવન નાગેશમ્' તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો ૧. જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ અને ૨. ઔંધ, મહારાષ્ટ્રમાં છે.

શિવ પુરાણમાં આ જ્યોર્તિલિંગનું મહત્વ

3/6
image

શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ) માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે ત્યારે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભકતોએ નાગેશ્વર જ્યોર્તિલિંગ ના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. અહી નાગ નાગીનના જોડા ચડાવી નાગ દોષ નિવારણ અહી થતું હોય એનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે આજે બહોળી સંખ્યામાં યાત્રિકો નાગેશ્વર ખાતે દર્શને આવી પહોંચ્યા હતા. 

ગુલશન કુમારે આ મંદિર બંધાવ્યું હતું 

4/6
image

નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથ ની 85 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે. આ મંદિરનું નિર્માણ  ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અહી નાગેશ્વર ખાતે નાગ નાગીનના જોડા ચડાવવાના વિશેષ મહિમા છે. શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારતભરમાંથી આ બાર જ્યોર્તિલિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.   

5/6
image

કહેવાય છે કે અહી લોકોના ખૂબ શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે. અહી દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. અહી શ્રાવણ માસમાં પૂજાનું  વિશેષ મહત્વ છે ત્યારે દર્શને આવતા ભક્તો અહી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. 

આજથી ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ 

6/6
image

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો. સોમનાથ મંદિરમાં આજથી ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ ઉજવાશે. ગીરસોમનાથ સહિતના તમામ જ્યોતિર્લિંગો હર હર ભોલે અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યાં. છેક 23 ઓગસ્ટ સુધી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવ ઉજવાશે.