હવે ઘર ખરીદવાનું સપનું સાકાર કરશે આ ફોર્મ્યુલા, માત્ર 5/20/30/40ના રૂલ પર કરો કામ; લોન નહીં બને બોજ

Financial Planning for Buying Home: એક મધ્યમ વર્ગના પરિવાર માટે પોતાનું ઘરનું ઘર હોય તે તેમનું સૌથી મોટું સપનું હોય છે. આ સપનું પુરું કરવા માટે તેઓ તેમની આખી જિંદગી મહેનત કરે છે. પરંતુ તેમ છતાં પણ ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે ચાલો અમે તમને એક એવી સ્માર્ટ ફોર્મ્યુલા વિશે જણાવીએ જે તમારું ઘર ખરીદવાનું સપનું સાકાર કરી શકે છે. તો ચાલે આ ફોર્મ્યુલા વિશે વિગતવાર જાણીએ.

આ સ્માર્ટ ફોર્મ્યુલા પૂરું કરશે ઘર ખરીદવાનું સપનું

1/7
image

એક મધ્યમ વર્ગના પરિવાર માટે ઘર ખરીદવું કે બનાવવું એ તેમના જીવનનું સૌથી મોટું સપનું હોય છે. તેઓ આ સપનું પૂરું કરવા માટે પોતાના તમામ પ્રયત્નો કરે છે અને તેમની સંપૂર્ણ બચત દાવ પર લગાવી દે છે. તેઓ પોતાના ખર્ચમાં ઘટાડો કરીને રૂપિયા બચાવે છે. ક્યારેક તેમને પોતાના ઘરેણાં વેચવા અથવા ગીરવે મૂકવા પડે છે. તેમ છતાં પણ જ્યારે ફંડ પૂરતું નથી થઈ શકતું, ત્યારે તેમને બેન્ક અથવા નોન-બેન્કિંગ નાણાકીય કંપની પાસેથી લોન લેવાની ફરજ પડે છે. હોમ લોનની મુદત લાંબી હોવાથી તેની EMI પણ લાંબી હોય છે. જો તમે 5/20/30/40 રૂલ પર કામ કરો છો, તો તમે આગામી થોડા વર્ષોમાં તમારું પોતાનું ઘર બનાવી શકો છો. આ માટે તમારે લોનનો વધુ બોજ સહન કરવો પડશે નહીં.

શું છે 5/20/30/40નો રૂલ?

2/7
image

ઘર ખરીદવા માટે 5/20/30/40નો રૂલ સૌથી વધારે અસરકારક સાબિત થાય છે. આમાં 5 એટલે તમારી વાર્ષિક આવકનો 5 ગણો. 20 એટલે હોમ લોનની મુદત. 30 એટલે EMI. છેલ્લે 40 એટલે ડાઉન પેમેન્ટ થાય છે.

તમારી આવકથી કેટલું મોંઘુ ખરીદવું જોઈએ ઘર?

3/7
image

ફાઈનેન્શિયલ વેબસાઇટ Groww અનુસાર, તમે જે ઘર ખરીદવા અથવા બનાવવા માંગો છો તેની કિંમત તમારી વાર્ષિક આવકના 5 ગણાથી વધુ ન હોવી જોઈએ. ધારો કે, તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે. તો તમારે 50 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા વિશે વિચારવું જોઈએ.

કેટલા વર્ષની લેવી જોઈએ હોમ લોન?

4/7
image

50 લાખ સુધીનું ઘર બનાવવા માટે તમને તમારા પગાર અનુસાર બેન્ક તરફથી હોમ લોન મળશે. આ લોનનો મહત્તમ સમયગાળો 20 વર્ષ રાખો. જો તે 20 વર્ષથી ઓછો હોય તો તે વધુ સારું છે. સામાન્ય રીતે હોમ લોન 10, 15, 20 અને તેથી વધુ વર્ષ માટે ઉપલબ્ધ હોય છે. લોનનો સમયગાળો સમજદારીપૂર્વક પસંદ કરીને તમે વ્યાજ પર ઘણા રૂપિયા બચાવી શકશો.

કેટલી હશે તમારો EMI?

5/7
image

ઘર ખરીદતા સમયે તમારે તમારી EMIનું પણ ધ્યાન રાખવું પડશે. ફાઈનેન્શિયલ નિષ્ણાતોના મતે તમારી માસિક EMI તમારી માસિક આવકના 30%થી વધુ ન હોવી જોઈએ, જેથી તમે તમારા અન્ય ખર્ચાઓ પણ પૂરા કરી શકો.

કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?

6/7
image

નિષ્ણાતોના મતે તમારા ઘરની કુલ કિંમતના ઓછામાં ઓછા 40% ડાઉન પેમેન્ટ ભરવું બેસ્ટ છે. એટલે કે, જો તમે 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 50 લાખ રૂપિયાનું ઘર ખરીદવાનું પ્લાનિંગ કર્યું છે, તો તમારે લગભગ 20 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરવું પડશે. કારણ કે વધુ રકમનું ડાઉન પેમેન્ટ ભરવાથી લોન પર વ્યાજ ઓછું લાગે છે.

હાલમાં હોમ લોન પર કેટલું લાગે છે વ્યાજ?

7/7
image

હાલમાં હોમ લોન પર વ્યાજ દર વાર્ષિક 7.25% થી શરૂ થાય છે. અરજદારની ક્રેડિટ પ્રોફાઇલના આધારે વ્યાજ દરમાં થોડો તફાવત હોઈ શકે છે. કેટલીક બેન્કો વાર્ષિક 7.99% ના દરે હોમ લોન ઓફર કરે છે. મોટાભાગની બેન્કો ફ્લોટિંગ દરે હોમ લોન ઓફર કરે છે, જેનો અર્થ એ છે કે વ્યાજ દર સમયાંતરે બદલાઈ શકે છે. જ્યારે કેટલીક બેન્કો ફિક્સ્ડ દરે હોમ લોન પણ ઓફર કરે છે, જે ચોક્કસ સમયગાળા માટે વ્યાજ દર સ્થિર રાખે છે.