Get Rid Of Mouse: ઝેરી દવાનો ઉપયોગ કરવો નહીં પડે, ડુંગળીનો રસ અને આ સફેદ પાવડર ઉંદરને ઘરમાંથી ભગાડી દેશે
How To Get Rid Of Mouse: ઘરમાં એક ઉંદર પણ આવી જાય તો આતંક મચાવી દે છે. આ જીવ ઘરમાં મોટું નુકસાન કરી શકે છે. તેનાથી બીમારી પણ ફેલાય છે. ઘરમાં ઘુસેલા ઉંદરને માર્યા વિના ઘરમાંથી બહાર કેવી રીતે કાઢવા આજે તમને જણાવીએ.
ઉંદર
ઘરમાં ઉંદર ઘુસી જાય તો કપડા, પુસ્તક, ફર્નીચર, અનાજ કોઈ વસ્તુ સેફ રહેતી નથી. ઉંદર ઘરના વાયરીંગને પણ નુકસાન કરી શકે છે. તેથી જ ઘરમાં ઘુસેલા ઉંદરથી ઝડપથી છુટકારો મેળવવો હોય છે. પરંતુ તેના માટે ઉંદરને મારવા પણ નથી હોતા.
ડુંગળીનો રસ
તમે ઉંદરને માર્યા વિના પણ ઘરમાંથી બહાર કાઢી શકો છો. તેના માટે એક પણ રુપિયો ખર્ચ કરવાની પણ જરૂર નથી. તેના માટે ડુંગળી અને બેકિંગ સોડા 2 જ વસ્તુની જરૂર પડશે. તેના માટે ડુંગળીનો રસ કાઢી લો.
બેકિંગ સોડા
ડુંગળીના રસમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. આ પાણી ઉંદરના દરની આસપાસ અને ખાસ ઉંદર જ્યાં દેખાતા હોય ત્યાં છાંટી દો.
ઉંદર
દિવસમાં 2 થી 3 વખત આ પાણી જ્યાંથી ઉંદર આવતા હોય ત્યાં અને ઘરની અલગ અલગ જગ્યાએ છાંટશો એટલે ઉંદર ઘરમાં આવતા બંધ થઈ જશે.
Trending Photos