Gold Price: સોનાની કિંમતમાં થવાનો છે મોટો ઘટાડો, 2 મહિનામાં 15% સુધી સસ્તું થઈ શકે છે ગોલ્ડ

Gold-Silver Price Today: સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 2 મહિનામાં સોનાના ભાવમાં 12-15 ટકાનો ઘટાડો થઈ શકે છે.

1/6
image

સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 2 મહિનામાં સોનાના ભાવમાં 12-15 ટકાનો ઘટાડો થઈ શકે છે. બુધવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 120 રૂપિયા ઘટીને 96,747 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 96,867 રૂપિયા હતો.

શું છે સોના-ચાંદીનો તાજેતરનો ભાવ?

2/6
image

22 કેરેટ સોનાનો ભાવ 110 રૂપિયા ઘટીને 88,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 88,730 રૂપિયા હતો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 90 રૂપિયા ઘટીને 72,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 72,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

3/6
image

જો કે, ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. ચાંદીનો ભાવ 520 રૂપિયા વધીને 1,00,980 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે પહેલા 1,00,460 રૂપિયા પ્રતિ કિલો હતો.

15 ટકા સુધી સસ્તું થઈ શકે છે સોનું!

4/6
image

ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના મતે સોનાની કિંમત પીક પર પહોંચી ગઈ છે અને આગામી બે મહિનામાં ડોલરના સંદર્ભમાં 12-15 ટકા સુધી ઘટી શકે છે. ભારતના સૌથી જૂના અને અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સમાંના એક ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું કે, "જો કે, અમારું મધ્યમ-ગાળાનું અને લાંબા ગાળાનું દૃષ્ટિકોણ સમાન રીતે રચનાત્મક રહે છે અને અમે કહીએ છીએ કે તમારા પોર્ટફોલિયોનો નોંધપાત્ર હિસ્સો કિંમતી ધાતુઓ માટે સમર્પિત હોવો જોઈએ."

સોના અને ચાંદીના વૈશ્વિક ભાવ

5/6
image

આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું લગભગ 1.02 ટકા વધીને 3,378.12 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી .0.33 ટકા ઘટીને 34.52 પ્રતિ ઔંસ થયું હતું.

6/6
image

1 જાન્યુઆરીથી અત્યાર સુધી 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 76,162 રૂપિયાથી વધીને 20,585 રૂપિયા અથવા 27.02 ટકા વધીને 96,747 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 14,963 રૂપિયા અથવા 17.39 ટકા વધીને 1,00,980 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.