Gold Rate Today: સતત તેજી વચ્ચે સોનાના ભાવમાં એકાએક જોરદાર ઘટાડો, એક ઝટકે આટલા ઘટી ગયા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

Gold Price Today: માર્કેટ એક્સપર્ટ મુજબ અમેરિકા અને જાપાન વચ્ચે થયેલી ડીલ અને હવે ઈયુ સાથે ડીલની શક્યતાને પગલે રોકાણકારોમાં જોખમ લેવાની પ્રવૃત્તિ વધી છે. જેનાથી સોના જેવી સુરક્ષિત સંપત્તિની માંગ ઘટી છે. જાણો આજના સોના અને ચાંદીના ભાવ....
 

1/5
image

ગુરુવારે ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના  ભાવમાં કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ અમેરિકા-ઈયુની ટ્રેડ ડીલની આશાથી સુરક્ષિત રોકાણની માંગણી ઘટી છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન(EU) વચ્ચે 15 ટકા ટેરિફ ડીલની નજીક પહોંચવાના સમાચારોએ સેફ હેવન (સુરક્ષિત રોકાણ)ની માંગણીને નબળી કરી છે.   

આજનો સોના ચાંદીનો ભાવ

2/5
image

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ સોનાનો ભાવ 1,426 રૂપિયા ગગડીને 99,107 પર પહોંચી ગયો છે. જે કાલે 1,00,533 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 1,300 રૂપિયા તૂટીને 1,14,550 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે જે કાલે 1,15,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 

કેરેટ પ્રમાણે ભાવ

3/5
image

વાયદા બજારમાં ભાવ

4/5
image

ઘરેલુ વાયદા બજાર (MCX)માં સોનું સવારે 10.30 વાગ્યાની આસપાસ 467 રૂપિયા ઘટીને 98,950 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. કાલે તે 99,417 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી સવારે ઓપનિંગ બાદ 900 રૂપિયા સુધી તૂટી હતી. પછી તે થોડી રિકવર થઈ હતી. 600 રૂપિયાના કડાકા સાથે 1,15,034 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી જે કાલે 1,14,501 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.   

Disclaimer

5/5
image

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)