Google Jobs In India: એન્જિનિયરિંગ કર્યા વગર પણ ગૂગલમાં મળી શકે છે લાખોના પગારની નોકરી, ખાસ જાણો

ટેક્નોલોજી વર્લ્ડમાં બાદશાહ જેવો દબદબો ધરાવતા ગૂગલમાં નોકરી કરવાના સપના ઘણા જોતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ગૂગલમાં નોકરી કરવા માટે તમારે અમેરિકા જવાની જરૂર નથી. ભારતમાં પણ તેની ઓફિસ છે અને તમને ત્યાં નોકરી મળી શકે છે. આ માટે તમારે આ માહિતી જાણવી જરૂરી છે. 

1. સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ મેનેજર

1/6
image

ગૂગલને સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ મેનેજરની જરૂર પડે છે. કામ છે- ઓપરેશનલ પ્રોસેસ, બિઝનેસ સ્ટ્રેટેજી, અને ડેટા એનાલિસિસ તૈયાર કરવાનું. યોગ્યતા- બિઝનેસ, ઈકોનોમિક્સ કે મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રીની સાથે એનાલિટિકલ સ્કિલ્સ, પ્રોબ્લમ- સોલ્વિંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશનની ક્ષમતા. આ કામનો 2થી 5 વર્ષનો અનુભવ. ભારતમાં પગાર- ફ્રેશર્સ માટે વાર્ષિક 15-25 લાખ રૂપિયા. જ્યારે અનુભવી માટે વાર્ષિક 30થી 60 લાખ રૂપિયા.   

2. પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરી શકો

2/6
image

કામ- ટીમનું કોઓર્ડિનેશન, પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ સપોર્ટ. યોગ્યતા-  BA, BCom કે BSc જેવી કોઈ પણ બેચલર ડિગ્રી. વધારાની યોગ્યતા તરીકે MBA કે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ડિપ્લોમા, આ સાથે લિડરશીપ, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને ઓર્ગેનાઈઝેશનલ સ્કિલ્સ જરૂરી. આ ફિલ્ડમાં 1થી 3 વર્ષનો અનુભવ હોય તો વધુ સારું. ભારતમાં પગાર- ફ્રેશર્સને વાર્ષિક 10થી 20 લાખ રૂપિયા જ્યારે અનુભવી માટે વાર્ષિક 25થી 50 લાખ રૂપિયાનું પેકેજ.   

3. માનવ સંસાધન વિભાગમાં નોકરી

3/6
image

ગૂગલમાં માનવ સંસાધન વિભાગમાં નોકરી પણ કરી શકો છો. કામ- ટ્રેનિંગ પ્રોગ્રામ, રિક્રુટમેન્ટ કે એમ્પ્લોઈ એન્ગેજમેન્ટ મેનેજ કરવું. યોગ્યતા- HR, સાઈકોલોજી કે કોઈ પણ સ્ટ્રીમમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી. વધારાની યોગ્યતા તરીકે HR મેનેજમેન્ટમાં ડિપ્લોમા કે MBA (HR) ડિગ્રી, સાથે ઈન્ટરપર્સનલ સ્કિલ્સ અને પીપલ મેનેજમેન્ટ જરૂરી, ફ્રેશર્સ માટે તક, પરંતુ 1થી 3 વર્ષનો અનુભવ હોય તો વધુ સારું. ભારતમાં પગાર- ફ્રેશર્સ માટે વાર્ષિક 8થી 12 લાખ રૂપિયા જ્યારે અનુભવી માટે વાર્ષિક 15થી 30 લાખ રૂપિયાનું પેકેજ. 

4. માર્કેટિંગ કે સેલ્સ રોલ્સમાં કરી શકો અરજી

4/6
image

કામ- ગૂગલ કેમ્પેઈન મેનેજમેન્ટ, Google Ads કે Google Cloud જેવા પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કે ક્લાયન્ટ્સ ડિલિંગ વગેરે. યોગ્યતા- BBA, BA (Mass Comm) જેવું માર્કેટિંગ, કોમ્યુનિકેશન કે બિઝનેસમાં બેચલર ડિગ્રી. વધારાની યોગ્યતા તરીકે ડિજિટલ માર્કેટિંગ સર્ટિફિકેશન, સાથે ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને માર્કેટ ટ્રેન્ડ્સની સમજ હોય. ઓછામાં ઓછો 1થી 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો કે ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે છે. ભારતમાં પગાર- ફ્રેશર્સ માટે વાર્ષિક 8થી 15 લાખ રૂપિયા, જ્યારે અનુભવી વ્યક્તિને વાર્ષિક 20થી 40 લાખ રૂપિયા સુધીનું પેકેજ.   

5. કન્ટેનન્ટ ક્રિએટર કે સ્ટ્રેટેજિસ્ટ તરીકે કરી શકો છો કામ

5/6
image

કામ-  ગૂગલ પ્રોડક્ટ્સનું કન્ટેન્ટ  તૈયાર કરવું કે સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી ડિઝાઈન કરવી. યોગ્યતા- જર્નાલિઝમ, માસ કોમ્યુનિકેશન કે ઈંગ્લિશમાં બીએ, વધારાની યોગ્યતા તરીકે રાઈટિંગ સ્કિલ્સની સાથે જ SEO નોલેજ તથા ક્રિએટિવિટી હોય, આ સાથે જ ડિજિટલ માર્કેટિંગ કે કન્ટેન્ટ રાઈટિંગનું સર્ટિફિકેટ હોય તો વધુ સારું, અનુભવ હોય તો સારું પરંતુ ફ્રેશર્સને પણ તક મળશે. ભારતમાં પગાર- ફ્રેશર્સ માટે વાર્ષિક 6થી 12 લાખ રૂપિયા. જ્યારે અનુભવી માટે વાર્ષિક  15થી 25 લાખ રૂપિયા સુધી. 

6. કેવી રીતે અરજી કરશો

6/6
image

ગૂગલમાં નોકરી માટે તમે Careers.google.com પર વેકેન્સી ચેક કરી શકો છો. આ સાથે જ LinkedIn જેવા પ્લેટફોર્મ પર ગૂગલ રિક્રુટર્સને શોધીને તેમને ફોલો કરી શકો છો. ગૂગલમાં વેકેન્સી નીકળે ત્યાં સુધીમાં તમે તમારું ઈંગ્લિશ સ્પીકિંગ અને રાઈટિંગ સ્કીલ સુધારી લો. આ સાથે જ ગૂગલ પર  ફ્રી સ્કીલ કોર્સીસને ઓનલાઈન કરીને તેમના સર્ટિફિકેટ પણ મેળવી લો જેથી તમારી યોગ્યતામાં વધારો થાય જે નોકરીના ચાન્સ વધારશે. ગૂગલ ઈન્ટરવ્યુની તૈયારી માટે પ્રોબ્લમ-સોલ્વિંગ, લોજિકલ-રિઝનિંગ વગેરેની તૈયારી કરી લો.